Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં નવા વર્ષની ખરાબ શરૂઆત... 24 કલાકમાં અમેરિકામાં ત્રીજો હુમલો, વિસ્ફોટમાં 3 લોકોના મોત 11 ઘાયલ

અમેરિકામાં નવા વર્ષની ખરાબ શરૂઆત... 24 કલાકમાં અમેરિકામાં ત્રીજો હુમલો, વિસ્ફોટમાં 3 લોકોના મોત 11 ઘાયલ
હોનોલૂલૂ , ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (11:40 IST)
અમેરિકા નવા વર્ષની શરૂઆત થતા જ ધમાકોથી દહેલી ગયુ છે. વીતેલા 24 કલાકમાં અમેરિકાના હોનોલૂલૂમાં ત્રીજો બ્લાસ્ટ થવાની માહિતી સામે આવી રહી છે. તેમાથી ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા છે.  તેમા પહેલા બુધવારે ન્યૂ ઓર્લિયંસમાં આતંકી હુમલો અને ત્યારબાદ લાસ વેગાસના ટ્રંપ હોટલની બહાર વિસ્ફોટની ઘટના સામે આવી ચુકી છે. ન્યૂ ઓર્લિયંસના આતંકી હુમલામાં અત્યાર સુધી 15 લોકોની મોત થઈ ચુકી છે. જ્યારે કે 35 લોકો ઘાયલ થયા છે.  બીજી બાજુ ટ્રંપ હોટલની બહાર ટેસ્લા ટ્રક વિસ્ફોટમાં 1 વ્યક્તિનુ મોત થયુ છે. જ્યારે કે 7  લોકો ઘાયલ થયા છે. હવે ત્યારબાદ હોનોલૂલૂમાં 24 કલાકની અંદર થયેલ ત્રીજા વિસ્ફોટે ખલબલી મચાવી દીધી છે. 
 
કહેવામાં આવી રહ્યું છે કે હોનોલુલુમાં આ વિસ્ફોટ નવા વર્ષની ઉજવણીમાં કરવામાં આવેલી આતશબાજી દરમિયાન થયો હતો. વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. હોનોલુલુ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના હોનોલુલુ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને યુએસ એરફોર્સ અને નેવીના સંયુક્ત બેઝ નજીકના ઘરની બહાર બની હતી. આ સ્થાન યુએસએસ એરિઝોના મેમોરિયલથી થોડે દૂર છે. 
 
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા 
ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ (ઈએમએસ) અનુસાર, બે લોકોને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને અન્ય 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. "આ સૌથી મોટી દુર્ઘટના છે જે મેં મારા 30 વર્ષોમાં અનુભવી છે," ડૉ. જિમ આયર્લેન્ડ, ઇમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર, હોનોલુલુના મેયર રિક બ્લાંગિયાર્ડીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું તપાસ કરી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગ્રીન નિશાન પર ખુલ્યા શેર બજાર, જાણો કયા શેર ચઢ્યા અને ક્યા ગબડ્યા