આતંકવાદને પોતાના દેશમાં ઉછેરવા અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને આશરો આપવો પાકિસ્તાનને મોંઘો પડી રહ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપતા તેના નાગરિકો માટે વીઝા અવધિ ઘટાડી દીધી છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોની વીઝા અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ફક્ત ત્રણ મહિનાની કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલ આતંકી હુમલામાં જૈશનો હાહ્ત હોવા પર ભારતે દુનિયામાં પાક્સિતાનને બેનકાબ કરીને અલગ પાડવાની રણનીતિ પર કામ કરવુ શરૂ કરી દીધુ.
પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ખૂબ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ પાકિસ્તાનને પોતાની જમીન પરથી આતંકવાદનો ખાત્મો કરવાના કડક આદેશ આપ્યા હતા. આ પહેલા અમેરિકા પણ પાકિસ્તાનને ચેતાવી ચુક્યુ છે કે જો તેને આતંકવાદને પ્રોત્સાહન આપ્યુ કે પોતાના દેશમાં આતંકવાદીઓને આશરો આપ્યો તો તેના પરિણામ પણ કડક જ રહેશે.