અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક પ્લેન અને હેલિકોપ્ટર અથડાયા હતા. અથડામણ થતાં જ જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. પ્લેન અને હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં પડ્યા હતા. પ્લેનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 64 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માત બાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ટક્કર બાદ એલર્ટ જાહેર કરતા સાંભળી શકાય છે.