Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકોના મોત,

mass shooting in lewiston
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (08:15 IST)
mass shooting in lewiston- અમેરિકાના લેવિસ્ટન શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 22 લોકોના મોત થયા હતા.
 
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકાના લેવિસ્ટનથી ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકો માર્યા ગયા છે. 
 
હુમલાખોરની તસવીર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તે હાથમાં બંદૂક લઈને લોકોને નિશાન બનાવતો જોવા મળ્યો હતો. આ ઘટનામાં 50 થી 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ,