100 ફુટની ઊંચાઈ પર દર્દનાક દુર્ઘટના
વાવાઝોડા જેવો પવન ફુંકાયો હોવાથી બલૂન બેકાબૂ થયું હતુ
અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં દુખદ ઘટના થઈ ગઈ. શનિવારની સવારે હૉટ એયર બલૂન વિજળીની લાઈનથી અથડાઈને ધરતી પર પડી ગયું. જેમાં 5 લોકોની મોત થઈ ગઈ છે. ફુગ્ગા વિજળીના તારમાં ફંસાઈ ગયો
અને તેમાં અચાનક આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડ અધિકારીઓએ કહ્યુ કે પાયલટ સથે ત્રણ પુરૂષો કને બે મહિલાઓની મોત થઈ છે. પોલીસ અધિકારી ગિલ્બર્ટ ગેલીગોસએ જણાવ્યુ કે ઘટનામાં મરનારની ઓળખ
અત્યાર સુધી થઈ શકી નથી. આ દુર્ઘટના અલ્બુકર્કના પશ્ચિમની તરફ સવારે સાત વાગ્યે થયું.
રોડ પર પડ્યુ એયર બલૂન
પોલીસ અધિકારી ગેલેગોસંબા મુજબ આ બલૂન વિજળીના તારમાં અથડાતા તેમાંથી એક તાર તૂટી ગયો અને 13 હજારથી વધારે ઘરોની વિજળી બંધ થઈ ગઈ. ફેડરલ એવિએશનએ કહ્યુ કે બલૂન 100 ફીટની ઉંચાઈથી એક રોડના વચ્ચે પડી ગયુ અને તેમાં આગ લાગી ગઈ. રોડ પર ચાલતા લોકોએ તરત ફાયર બ્રિગેડ વિભાગને જાણકારી આપી. તરત આગ પર નિયંત્રણ મેળ્વ્યો પણ ત્યારે સુધી ચાર લોકોની મોત થઈ ગઈ હત્રી. એક ગંભીર વ્યક્તિને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ થૉડીવાર પછી તેને પણ દમ તોડી દીધું.