Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

રાજકુમારીના લગ્ન નોકરના પુત્ર સાથે... જુઓ વીડિયો (see video)

સમાચાર જરા હટ કે
, ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:58 IST)
નમસ્કાર સમાચાર જરા હટ કે માં આપનુ સ્વાગત છે.. આજે અમારા વિશેષ વીડિયોમાં અમે તમને બતાવી રહ્યા છે રાજકુમારી સાથે નોકરના પુત્રના લગ્ન.. હા મિત્રો... મલેશિયામા સોનાનુ એરોપ્લેન ઉડાવનારા સુલ્તાનની પુત્રીએ ફૂલોની દુકાનમાં કામ કરતા નોકરના પુત્ર સાથે લગ્ન કર્યા છે...   આ એક એવી રાજકુમારીની સાચી લવ સ્ટોરી છે.   જેણે એક સામાન્ય માણસ સાથે લગ્ન કર્યા છે.  ઉલ્લેખનીય છે કે મલેશિયાના જોહોર સ્ટેટની રાજકુમારી તુંકૂ તુન અમીનાહ મૈમુનાહ ઈસ્કંદરિયાએ ડચ મૂળના ટેનિસ મુહમ્મદ અબ્દુલ્લાહ સાથે લગ્ન કરી લીધા છે.  ખાસ વાત એ છે કે સુલ્તાનનો આ જમાઈ એક પ્રોપર્ટી ડેવલોપમેંટ ફર્મમાં કામ કરે છે. 
રાજકુમારી અને ડેનિસની મુલાકાત મલેશિયાના એક કૈફેમાં લગભગ ત્રણ વર્ષ પહેલા થઈ હતી. ત્યારબાદ ડેનિસે ઈસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો.  આ લગ્નને બંને પરિવારનુ સમર્થન અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. 
 
પરિવારે બધા પરંપરાગત રીતિ-રિવાજ મુજબ બંને ના લગ્ન કરાવ્યા અને જોહોરના મુસ્લિમોની સદીયો જૂની પરંપરા મુજબ સુલ્તાને પોતાની પુત્રીને 22.50 રિંગિટ મતલભ 300 રૂપિયાની મેહરની રકમની જ માંગ કરી. 
 
ડેનિસના પિતા એક ફૂલની દુકાનમાં અને માતા કપડાની દુકાનમાં કામ કરે છે.  જ્યારે કે જોહોરના સુલ્તાન સૌથી તાકતવર સુલ્તાનોમાંથી એક થવા સાથે જ ત્યાની આર્મીના કર્નલ ઈન ચીફ પણ છે.  તેમની પાસે લગભગ 102 અરબ રૂપિયાની મિલકત છે અને સુલ્તાનની પોતાની પોતાની આર્મી છે અને જોહોર મલેશિયા નુ એકમાત્ર એવુ રાહ્ય છે જેની પાસે પ્રાઈવેટ આર્મી છે.  એક ટેલી કમ્યુનિકેશન કંપનીના માલિક સુલ્તાન ઈબ્રાહિમની પાસે લગભગ 641 કરોડ રૂપિયાનુ એક ગોલ્ડ પ્લેટેડ પ્લેન અને એક આલીશાન ત્રણ માળનુ મેંશન છે. 
 
તમને અમારો આ વીડિયો જો ગમ્યો હોય તો અમારા વીડિયો ને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહી.. અને હા અમારી યુટયુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ