Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO - OMG અહી જન્મે છે Girl. અને યુવાન થતા જ બની જાય છે Boy

VIDEO - OMG અહી જન્મે છે Girl. અને યુવાન થતા જ બની જાય છે Boy
ઝિમ્બાબ્વે , શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (17:33 IST)
અહી જવાન થતા જ છોકરીઓનુ શરીર બદલાય જાય છે અને તે પુરૂષ બની જાય છે.. તમે વિચારી રહ્યા હશો કે મજાક કે કોઈ પ્રકારની અફવા છે... પણ આ સમાચાર સત્ય છે.  દુનિયાથી કપાય ગયેલા કૈરીબિયાઈ ગામમાં આવી રહસ્યમયી ઘટના થઈ રહી છે.. જ્યા બાળકોનો જન્મ તો એક છોકરીના રૂપમાં થાય છે પણ જેવા જ પ્યુબટીમાં પહોંચે છે તેમની બોડી છોકરામાં બદલાય જાય છે.. કૈરીબિયામાં વર્તમાન સેલિનાસ એક એવુ ગામ છે જ્યા બાળકોનો જન્મ તો એક છોકરીના રૂપમાં થાય છે પણ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ તેમની બોડી છોકરામાં બદલાય જાય છે.. 
આ ગામના જૉની નામના વ્યક્તિએ જણાવ્યુ કે તેમનો જન્મ યુવતીના રૂપમાં થયો હતો જ્યારે તેઓ જન્મ્યા તો માતા પિતાએ તેનુ નામ ફેલિસિટિયા મુક્યુ હતુ..  તેની બોડી યુવતી જેવી હતી. તેને છોકરીઓ જેવા જ કપડા પહેરાવવામાં આવતા હતા. પોતાના બાળપણને યાદ કરતા હવે જૉન બની ચુકેલા ફેલિસિટિયાએ જણાવ્યુ કે તેને ક્યારેય છોકરીઓની જેમ તૈયાર થવુ ગમતુ નહોતુ..  ન તો તેને છોકરીઓ જેવા રમકડા ગમતા હતા. 
 
તેનો જન્મ હોસ્પિટલને બદલે ઘરે જ થયો હતો તેથી કોઈ સમજી ન શક્યુ કે તેના પ્રાઈવેટ પાર્ટ્સ થોડા જુદા છે.. તેના પ્રાઈવેટ પાર્ટ્સ છોકરા જેવા નહોતા પણ એકદમ છોકરી જેવા પણ નહોતા.. જેવી જ ફેલિસિટિયા 7 વર્ષની થઈ  કે તેની બોડીમાં ફેરફાર થવા શરૂ થઈ ગયા..  તેની બોડી એક છોકરામાં બદલાવવા માંડી.. હવે 24 વર્ષના થઈ ચુકેલો જૉન એક છોકરાની લાઈફ જીવી રહ્યો છે. 
 
ડોક્ટર્સ મુજબ આ કોઈ ચમત્કાર નથી.. આ એક રેયર જેનેટિક ડિસઓર્ડર છે જેમા ગર્ભમાં ઉછરી રહેલા બાળકની બોડીમાં મેલ સેક્સ હોર્મોન જેને ડીહાઈડ્રો ટેસ્ટોસ્ટેરોન કહે છે તે બની શકતો નથી. શરૂઆતમાં ગર્ભમાં ઉછરી રહેલ દરેક બાળકનુ લિંગ એક જેવુ હોય છે. આઠમા અઠવાડિયામાં જો શિશિની બોડી ડીહાઈડ્રો ટેસ્ટોસ્ટેરોન બનાવવા માડે છે તો તેનો જન્મ એક છોકરાના રૂપમાં થાય છે પણ કેટલાક મેલ ચાઈલ્ડમાં આ હાર્મોંસ ગર્ભમાં બની શકતા નથી.. આ કારણે જન્મ સમયે તેની બોડી છોકરી જેવી હોય છે. પણ પ્યુબટી પીરિયડ આવતા જ તેનુ શરીર મેલ હાર્મોન્સ બનાવવા માંડે છે જેને કારણે તેની બોડીમાં મેલ ઓર્ગેન્સ મતલબ મેલ પ્રાઈવેટ પાર્ટ્સ વિકસિત થવા માંડે છે..  મોટાભાગના આવા ફેરફાર બાળકોના 12 વર્ષના થયા પછી થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકાના દંપત્તિએ રાજકોટની દિવ્યાંગ બાળાને લીધી દત્તક