rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Los Angeles Protests: લૉસ એંજિલ્સમાં પરિસ્થિતિ ખરાબ, પ્રદર્શનકારીઓનો સામનો કરવા માટે 700 મરીન સૈનિક ગોઠવાસે

Los Angeles
નવી દિલ્હી , મંગળવાર, 10 જૂન 2025 (12:57 IST)
Los Angeles
 
 કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે,  પ્રદર્શનકારીઓનો સામનો કરવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્રે લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા. જોકે, ટ્રમ્પના નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે.
 
 સાથે જ  ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેમણે કેલિફોર્નિયામાં નેશનલ ગાર્ડ તૈનાત કરીને 'ખૂબ જ સારો નિર્ણય' લીધો છે. તેમણે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું, જો આપણે આ ન કર્યું હોત, તો લોસ એન્જલસ સંપૂર્ણપણે નાશ પામ્યું હોત. ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે તેઓ કેલિફોર્નિયાના ગવર્નરની ધરપકડને સમર્થન આપશે.

 
 
દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે એલાન કર્યુ  છે કે યુએસ આર્મી લોસ એન્જલસમાં  જ્યાં સુધી વધુ નેશનલ ગાર્ડ સૈનિકો ત્યાં ન પહોંચે ત્યા સુધી લગભગ 700 મરીન સૈનિકોને તૈનાત કરશે. એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જ્યાં સુધી વધુ નેશનલ ગાર્ડ સૈનિકો સ્થળ પર ન પહોંચે ત્યાં સુધી એક બટાલિયનને કામચલાઉ ફરજ પર મોકલવામાં આવશે.
 
છેલ્લા ચાર દિવસથી પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ગેરકાયદેસર રૂપે રહી રહેલા પ્રવાસીઓને દેશનિકાલો આપવાની નીતિઓ વિરુદ્ધ આ પ્રદર્શનને ડેમોક્રેટ્સ પાર્ટીનો પણ સાથ મળી રહ્યો છે.  
 
ટ્રંપ પર નોંધાશે કેસ - ગૌવિન ન્યૂસમ 
આ  દરમિયાન, કેલિફોર્નિયાના અધિકારીઓ ટ્રમ્પના રાજ્યના નેશનલ ગાર્ડનો નિયંત્રણ લેવા અને તેને લોસ એન્જલસના રસ્તાઓ પર તૈનાત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાવ્યા મારન માટે બૈંડ ન્યુઝ, રિટાયરમેંટ પછી SRH ના પ્લેયરે જૉઈન કરી નવી ટીમ, નામ ચોંકાવી દેશે