Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જસ્ટિન બીબર - થેક્યૂ ઈંડિયા, હુ ફરી આવીશ...

જસ્ટિન બીબર - થેક્યૂ ઈંડિયા, હુ ફરી આવીશ...
, ગુરુવાર, 11 મે 2017 (10:56 IST)
બુધવારે ઈંટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરના ફેન્સની આતુરતાનો અંત આવ્યો.  મ્યુઝિક કૉન્સર્ટ માટે ભારત આવેલા જસ્ટિન બીબરે બુધવારની સાંજે મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં પરફોર્મ કર્યુ.  કનાડાના પોપ સિંગર જસ્ટિન બીબર મંચ પર પહોંચ્યા ત્યારે તેમના ફેંસમાં જોરદાર ઉત્સાહ હતો. 
 
કૉન્સર્ટ દરમિયાન બીબરે સોરી, કોલ્ડ, વોટર, આઈ વિલ શો યૂ, વ્હેયર આર યૂ નાઉ, બોય ફ્રેંડ અને બેબી જેવા પોતાના ઈંટરનેશનલ હિટ ગીતથી દર્શકોને ભરપૂર મનોરંજન કર્યુ. 
 
એવુ કહેવાય છે કે 50 હજારથી વધુ દર્શકો પાસે સ્ટેડિયમ ખચાખચ ભરેલો હતો.  સ્ટેડિયમમાં સતત જસ્ટિન-જસ્ટિનનો સ્વર સાંભળવા મળી રહ્યો હતો.  લગભગ બે કલાક સુધી પ્રશંસકોનુ ભરપૂર મનોરંજન કર્યા પછી જસ્ટિન બીબરે કહ્યુ, "થેંક્યૂ ઈંડિયા, મે ફિર આઉંગા" 
 
બીબર જ્યા જ્યા ગયા તેમના પ્રશંસક ત્યા તેમની રાહ જોતા દેખાયા. 
 
આ અગાઉ મુંબઈ પહોંચેલા જસ્ટિન બીબરે અનાથાલયના કેટલાક ગરીબ બાળકો સાથે સમય વીતાવ્યો અને તેઓ મુંબઈના એક મૉલમાં પણ ગયા. 
 
જસ્ટિન બીબરના ઘેલા ફક્ત યુવા અને છોકરા-છોકરીઓ જ નહી પણ અનેક જાણીતા બોલીવુડ કલાકાર પણ છે. 
 
કોનસર્ટ જોવા માટે પહોચી રવિના ટંડન  
 
બીબરનુ પરફોર્મ જોવા માટે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ, શ્રીદેવી, જૈકલીન ફર્નાડિસ, બિપાસા બસુ, રવિના ટંડન, મહિમા ચૌધરી, મલાઈકા અરોરા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અરબાજ ખાન પણ પહોચ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘોરણ 12 સાયંસનુ પરિણામ જાહેર, Result જોવા માટે ક્લિક કરો