Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે થાય છે US માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

આ રીતે થાય છે US માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી
ન્યૂયોર્ક. , સોમવાર, 7 નવેમ્બર 2016 (11:19 IST)
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે માત્ર બે દિવસ બચ્યા છે અને આવામાં લોકોનુ ધ્યાન એક વાર ફરી અહી જટિલ અને લાંબી ચૂંટણી પ્રક્રિયા પર જતુ રહ્યુ છે. અહીની ચૂંટણી પ્રક્રિયા ભારતની ચૂંટણીથી બિલકુલ જુદી છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટન વચ્ચેના મુકાબલાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોનુ ધ્યાન ખેચ્યુ છે.  અમેરિકી મીડિયાએ પણ આ વખતના ચૂંટણી અભિયાનને દેશના ઈતિહાસના સૌથી બિનજવાબદાર ચૂંટણી અભિયાન બતાવ્યુ છે. 
 
દુનિયાની સૌથી લાંબી ચૂંટણી 
 
અમેરિકા એકવાર ફરી ચૂંટણી માટે તૈયાર છે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા દુનિયામાં સૌથી લાંબી છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 597 દિવસ લાગે છે જે 8 નવેમ્બરના રોજ મતદાન સાથે ખતમ થઈ જશે. 
 
આ રીતે રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવશે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જટિલ છે. અહી મતદાતા ચૂંટણી મંડળ ઈલેક્ટોરલ કોલેજના સભ્યોની ચૂંટણી કરે છે અને પછી આ લોકો આઠ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરે છે. દેશના 50 શહેરો અને વોશિંગટન ડીસીમાં જુદી જુદી સંખ્યામાં ચૂંટણી મંડળના સભ્ય હોય છે.  દરેક ક્ષેત્રમાંથી કોંગ્રેસના જેટલા સભ્યો હોય છે એટલાજ સભ્ય ચૂંટણી મંડળના હોય છે. સંવિધાનના 23માં સંશોધનના હેઠળ વોશિંગટન ટીસી પાએ ચૂંટણી મંડળના ત્રણ સભ્યો ચૂંટણીનો અધિકાર છે. ચૂંટણી મંડળના કુલ સભ્યોની સંખ્યા 538 હોય છે. આ લોકો રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. ચૂંટણી મંડળના ઓછામાં ઓછા 270 સભ્યોનુ સમર્થન મેળવનાર ઉમેદવાર અમેરિકાનો રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામે છે. ભારતમાં બહુદળીય વ્યવસ્થા છે અને સંસદીય લોકતંત્ર છે. પણ અહી રાષ્ટ્રપતિની વ્યવસ્થાવાળી સરકાર નથી.  
 
હિલેરી અને ટ્રંપ વચ્ચે કાંટાની ટક્કર 
 
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કાંટાની ટક્કરને ધ્યાનમાં રાખતા હિલેરી ક્લિંટન અને ડોનાલ્ડ ટ્રંપ એ નિર્ણાયક મતદાઓને અંતિમ ક્ષણે મનાવવાની કોશિશ કરી રહ્યા છે જે અંતિમ ક્ષણોમાં કોઈ પાર્ટીના પક્ષમાં વોટ નાખવાનુ મન બનાવે છે. હિલેરી પોતાની સામાન્ય ચૂંટની સર્વેક્ષણ બઢત સાથે બિયોંસ અને કેરી પેરીના સપ્તાહાંટ પૉપ કાર્યક્ર્મોની મેજબાની કરી રહી છે તો બીજી બાજુ ટ્રંપે લોવા, મિનેસોટા, મિશિગન, પેન્નસીલવાનિયા, વર્જીનિયા, ફ્લોરિડા, ઉત્તર કૈરોલિના અને હૈમ્પશાયર થઈને અનેક શહેરોની ઝંઝાવાતી મુલાકાત શરૂ કરી છે. હિલેરી 69 ઉતર કૈરોલિનાના રાલેઘમાં અડધી રાત્રે પોતાનુ અંતિમ ભાષણ આપશે. 
 
જો કે ફિલાડેલ્ફિયામાં આ પહેલા હિલેરી અને બિલ ક્લિંટન એક વિશાળ રેલી કરશે જેમા તેમની સાથે મિશેલ ઓબામા પણ હશે. આ દરમિયાન મૈકક્લેચી-મારિસ્ટ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રીય રૂપે શક્યત મતદાતાઓ વચ્ચે હિલેરી 44 ટકા અને ટ્રંપ 43 ટકા એક કડક મુકાબલામાં છે. સર્વેક્ષણના આંકડાઓથી ઉત્સાહિત ટ્રંપે સંબોધન માટે નવા સ્થાનોની જાહેરાત કરી છે. જેમા ડેમોક્રેટ લોકોનુ મિનેસોટા જેવા ગઢનો પણ સમાવેશ છે. સરેરાશ ટ્રંપ પાંચ રેલીઓને સંબોધિત કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJP ની વરિષ્ઠ નેતા જયવંતીબેન મહેતાનુ નિધન