Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં હુમલાથી 73નાં મોત

હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં હુમલાથી 73નાં મોત
, રવિવાર, 20 ઑક્ટોબર 2024 (13:24 IST)
ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
 
હમાસના અધિકારીઓનું કહેવું છે કે બેત લાહિયા વિસ્તારમાં મહિલા અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.
 
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
 
આ હુમલા અંગે ઇઝરાયલે કહ્યું હતું કે, તે સંબંધિત રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ એમ પણ કહ્યું હતું કે હમાસે જાનહાનિ વિશેના જે આંકડા રજૂ કર્યા છે તે વધારે પડતા છે. અમારી માહિતી સાથે મેળ ખાતા નથી.
 
ગાઝાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, બેત લાહિયા વિસ્તારમાં ઇન્ટરનેટ અને સંચારસેવા સંપૂર્ણ રીતે બંધ થઈ જવાને કારણે બચાવકાર્યમાં પણ અડચણ આવી રહી છે.
 
હમાસના હવાલાથી સરકારી મીડિયાએ કહ્યું હતું કે, ઇઝરાયલે ભીડભાડવાળી જગ્યા પર હુમલો કર્યો હતો.
 
પેલેસ્ટાઈનની સમાચાર સંસ્થા વફાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક રહેઠાણ કૉલોની નાશ પામી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND VS NZ - ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ WTCમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો, હવે ઓસ્ટ્રેલિયાની આ ટીમ સાથે ફાઈનલ મેચ થશે.