Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

માલદીવની રાજધાનીમાં આગ, મૃતકોમાં આઠ ભારતીયો સામેલ

Fire in Maldives capital
, શુક્રવાર, 11 નવેમ્બર 2022 (09:55 IST)
માલદીવની રાજધાની માલેમાં ગુરુવારે રાત્રે કામદારો માટે બનાવેલાં ઘરોમાં આગ લાગવાથી 11 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મૃતકોમાં આઠ ભારતીયો પણ સામેલ છે.
 
આગ લાગવાની ઘટના પર ભારતીય દૂતાવાસે દુખ વ્યક્ત કર્યું છે.
ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે, "માલેમાં ઘટેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. જેમાં લોકોના જીવ ગયા છે, તેમાં ભારતીય લોકો પણ સામેલ છે. અમે માલદીવમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ."
 
દૂતાવાસે લોકોની મદદ માટે કેટલાક ફોન નંબર પણ જાહેર કર્યા છે.
 
માલદીવ એનડીઆરએફે ટ્વીટ કરીને જણાવ્યું, "એનડીએમએ દ્વારા સ્ટેડિયમમાં એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં ઇજાગ્રસ્તો, ગુમ થયેલા અને પોતાના સ્વજનોથી વિખૂટા પડી ગયેલા લોકો માટે કામ કરાઈ રહ્યું છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022- ટિકીટ વહેંચણીમાં ભાજપે બધા સમાજને સાચવ્યા, માલધારીને મીંડું