Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake- દિલ્હી-એનસીઆર મોડી રાત્રે ભૂકંપથી ધ્રૂજ્યા, નેપાલમાં 6 લોકોના મોત

Earthquake- દિલ્હી-એનસીઆર મોડી રાત્રે ભૂકંપથી ધ્રૂજ્યા, નેપાલમાં 6 લોકોના મોત
, બુધવાર, 9 નવેમ્બર 2022 (08:09 IST)
અડધીરાત્રે ધરતીકંપ, દોઢ કલાકમાં બે આંચકા- દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં બુધવારે વહેલી સવારે 2 વાગ્યે તીવ્ર ભૂકંપનો અનુભવ થયો.
 
ભૂકંપનું કેન્દ્ર નેપાલમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી.
 
બીબીસી નેપાલી સેવા સાથે વાત કરતા નેપાલના ડોટી જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી કલ્પના શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે એક મકાન પડી ગયું છે, આ ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયાં છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.
 
દિલ્હી એનસીઆરમાં લગભગ 20 સેકન્ડ સુધી ધરતીકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા.
 
નેશનલ સૅન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 8 નવેમ્બરની મોડી રાત્રે 1 વાગીને 57 મિનિટ અને 24 સેકન્ડ પર ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર જમીનમાં 10 કિલોમીટર ઊંડે હતું.
 
દિલ્હીમાં આ ભૂકંપને અનુભવાયેલા ઝાટકા તીવ્ર હતા. ઘણા વિસ્તારોમાં લોકો મોડી રાત્રે ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ration Card: સરકારે આપ્યો મોટો ઝટકો, રદ્દ થશે લાખો રેશન કાર્ડ, તૈયાર થઈ ગઈ આખુ લિસ્ટ