Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake in Afghanistan:અફગાનિસ્તાનમાં ભૂકંપ, 26ની મોત ઘણા ઈજાગ્રસ્ત

Earthquake in Afghanistan:અફગાનિસ્તાનમાં ભૂકંપ, 26ની મોત ઘણા ઈજાગ્રસ્ત
, મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (10:09 IST)
તાલિબાનના કબ્જા પછી માનવીય સંકટ ઝીલી રહ્યા અફગાનિસ્તાનમાં સોમવારે એક વાર ફરી ભૂકંપ આવ્યો. પહેલાથી જ આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા લોકોની મુશ્કેલીઓ આ પ્રાકૃયિક આફતના કારણે વધુ વધી ગઈ છે. દેશના પશ્ચિમી પ્રાંત બડઘિસ ભૂકંપના જોરદાર આંચકાના કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે.
 
તુર્કમેનિસ્તાનની સરહદે અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બડગીસમાં સોમવારે બે વાર ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી.
 
યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, 5.3ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે અનુભવાયો હતો, જ્યારે 4.9નો બીજો ભૂકંપ સાંજે 4 વાગ્યે અનુભવાયો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 30 કિલોમીટર (18.64 માઇલ) ની ઊંડાઈએ હતું. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૂરના ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોવિડ-19: ભારતમાં કોરોના સંક્રમણના 2.38 લાખ નવા કેસ, ગઈકાલ કરતાં 7 ટકા ઓછા