Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુર્કી અને સીરિયામાં ફરીથી આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.6 રહી તીવ્રતા

Earthquake hits Turkey and Syria again
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (18:00 IST)
તુર્કીમાં એકવાર ફરીથી ભયાનક ભૂકંપ આવ્યો છે. તુર્કીનીની અનાદોલૂ સમાચાર એજંસીએ દેશને વિપદા એજંસીનો હવાલો આપતા રિપોર્ટ આપી કે દક્ષિણી તુર્કીમાં કહારનમારાસ શહેરમાં એલબિસ્તાન જીલ્લામાં 7.6 તીવ્રતાનો એક વધુ ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે સ્થાનીક સમય મુજબ 4:17 વાગે તુર્કીમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 આંકવામાં આવી હતી. 
 
ભૂકંપના આ ઝટકા ફક્ત તુર્કીમાં બીજીવાર નથી આવ્યા પણ સીરિયામાં પણ દમિશ્ક, લતાકિયા અને અન્ય સીરિયાઈ વિસ્તારોમાં ફરીથી આવ્યા છે. સીરિયાની સાના સમાચાર એજંસીની રિપોર્ટે સીરિયામા આજે ફરીથી ભૂકંપના સમાચાર આપ્યા છે. 
 
તુર્કીમાં સવારના ભૂકંપની તીવ્રતા 7.8 હતી 
 
 ઉલ્લેખનીય છે કે આજે સવારે તુર્કીના દક્ષિણમાં ગાજિયાનટેપની પાસે આવેલો ભૂકંપ કેટલો વિનાશકારી હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 નોંધવામાં આવી. જર્મન રિસર્ચ સેંટર ફોર જિઓ સાયંસ  GFZ ના મુજબ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 18 કિલોમીટર નીચે હતુ. ભૂકંપથી તુર્કીના દક્ષિણ પૂર્વી વિસ્તાર અને સીરિયામાં પણ મોટી તબાહી મચી છે.  
 
1300થી વધુ લોકોના ગયા જીવ 
 
ન્યૂઝ એજંસી એપીના મુજબ તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. 
હાલમાં આ આંકડો 1300ને પાર કરી ગયો છે. આ સિવાય 5 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તુર્કીમાં ઓછામાં ઓછા 6 વખત જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. એર્દોગને લોકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા વિનંતી કરી હતી.
 
પ્રથમ ધરતીકંપ પછી ફરીથી આંચકા આવ્યા
સોમવારે વહેલી સવારે મધ્ય તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી બીજો જોરદાર ભૂકંપ આવ્યો. જાણકારી અનુસાર, પહેલા ભૂકંપના લગભગ 10 મિનિટ બાદ ફરીથી 6.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. આ શક્તિશાળી ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સેનલીઉર્ફા શહેરના મેયરે જણાવ્યું હતું કે જોરદાર ભૂકંપના કારણે 16 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય 2000થી વધુ ઈમારતો ધરાશાયી થવાના સમાચાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વઢવાણમાં અંગત અદાવતમાં ત્રણની હત્યા, પિતા, પુત્ર અને પુત્રવધુને રહેંસી નાંખ્યા