Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુનિયાનો સૌથી ગંદો માણસ, આને લાગે છે સૌથી વધુ ઠંડી, 67 વર્ષથી નાહ્યો નથી

દુનિયાનો સૌથી ગંદો માણસ, આને લાગે છે સૌથી વધુ ઠંડી, 67 વર્ષથી નાહ્યો નથી
, શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (15:55 IST)
શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડીને કારણે નહાવાનું ટાળે છે, તો કેટલાક લોકો દરરોજ સ્નાન કરવામાં માને છે. પરંતુ આ દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જેણે છેલ્લા 67 વર્ષથી સ્નાન કર્યું નથી. લોકો આ માણસને દુનિયાનો સૌથી ગંદો અને ઘૃણાસ્પદ માણસ કહે છે, પરંતુ તેની પોતાની પસંદગી છે.
 
દુનિના સૌથી ગંદા માણસનું નામ Amou Jaji છે. જેઓ હવે 87 વર્ષના છે. Amou Jaji
ઈરાનના  Dejgah ગામનો રહેવાસી છે. આ વ્યક્તિએ છેલ્લી વાર લગભગ 67 વર્ષ પહેલા એટલે કે 20 વર્ષની ઉંમરે નાહ્યો હતો. 
 
તેમા સૌથી આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 67 વર્ષથી નાહ્યો ન હોવા છતાં Amou Jaji એકદમ સ્વસ્થ છે. ડોકટરોએ  Amou Jaji ઘણા ટેસ્ટ કર્યા પરંતુ દરેક વખતે તે સ્વસ્થ મળ્યો તેમને કોઈ રોગ નથી. 
 
પોતાના ન નહાવા વિશે  Amou Jaji નુ કહેવુ છે કે નહાવુ તેના માટે અશુભ છે. કારણ કે આવુ કરવાથી તે મરી જશે.  જાણવા મળ્યુ છે કે Amou Jaji ફક્ત નહાવાને મામલે જ ગંદો નથી પણ ખાવાન બાબતે પણ ગંદો છે. તે રસ્તા પર મરેલા જાનવરોને ખાય છે. આ ઉપરાંત ગંદા નાળાનુ પાણી પીવે છે. Amou Jaji ને શાહી ભોજન ખૂબ પસંદ છે. 
 
Amou Jaji ની આવી લાઈફસ્ટાઈલને કારણે તેના કોઈ મિત્રો નથી. કારણ કે તેમાંથી એટલી દુર્ગંધ આવે છે કે કોઈ તેની નજીક આવવા માંગતું નથી. જો કે, તેના આ અનન્ય લક્ષણને કારણે Amou Jaji તે વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વૈજ્ઞાનિક અને ડૉક્ટર સંશોધન માટે  Amou Jaji ની પાસે આવતા રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાની MS યુનિવર્સિટીમાં ગર્લ્સ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં 141 ટેસ્ટમાંથી 21 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા