Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તિબેટમાં ભૂકંપને કારણે મરનારાની સંખ્યા વધીને 126 થઈ, 188 લોકો ઘાયલ

tibet earthquake
, બુધવાર, 8 જાન્યુઆરી 2025 (17:35 IST)
તિબેટના શિગાત્સેમાં આવેલા ભૂકંપને કારણે મરનારાની સંખ્યા વધીને 126 થઈ છે અને ઘાયલોની સંખ્યા 188 ગણાવાય છે.
 
ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવાયું છે. જોકે, રાત્રે અહીં માઇનસ 18 ડિગ્રી તાપમાન નીચું રહેવાની સંભાવના છે.
 
અહિં 1000થી વધારે મકાનો પડી ગયાં છે કે ક્ષતિગ્રસ્ત થયા છે.
 
આ ભૂકંપના આંચકા ભારત અને નેપાળમાં પણ અનુભવાયા હતા. શિગાત્સેને તિબેટનું સૌથી પવિત્ર પૈકીનું એક સ્થળ માનવામાં આવે છે. જે દુર્ગમ વિસ્તારોમાં આવેલું છે. આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા 
 
અનુભવાય છે. મંગળવારે 7.1ની તીવ્રતાથી આવેલો ભૂકંપ હાલનાં વર્ષોમાં આવેલા ભૂકંપો પૈકીનો સૌથી ભીષણ માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં 10 બાળકોનો પિતા પોતાની જ દીકરીઓનું જ કરતો હતો યૌન શોષણ, બહેનોએ મળીને જીવતો સળગાવી દીધો