Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાસિમ સુલેમાની : અમેરિકાના ઍરબેઝ પર ઈરાનનો હુમલો, ક્રૂડઑઈલનાં ભાવ ઉછળ્યા

કાસિમ સુલેમાની : અમેરિકાના ઍરબેઝ પર ઈરાનનો હુમલો, ક્રૂડઑઈલનાં ભાવ ઉછળ્યા
, બુધવાર, 8 જાન્યુઆરી 2020 (10:43 IST)
ઇરાને ઇરાકમાં ઇરબિલ તથા અલ-અસદ સ્થિત અમેરિકી ઍરબેઝ પર બે ડઝન કરતાં વધારે બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે હુમલાની પુષ્ટિ કરી છે.
 
હાલ અમેરિકાના ઍરબેઝ પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
 
ઈરાની મીડિયાનું કહેવું છે કે આ હુમલા દ્વારા દેશના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લીધો છે. કાસિમ સુલેમાનીનું બગદાદમાં થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું. આ ડ્રોન હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ થયો હતો.
 
ક્રૂડઑઈલના ભાવ ઉછળ્યાં
 
ઈરાન દ્વારા અમેરિકાના ઍરબેઝ ઉપર હુમલા બાદ એશિયાની બજારોમાં ક્રૂડઑઈલા ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે.
 
ક્રૂડ સાડા ચાર ટકા ઉછળીને બેરલદીઠ 65.65 ડૉલર પર પહોંચ્યું હતું. આ સિવાય સોનાના ભાવોમાં પણ ઉછાળો જોવાયો છે.
 
ભારતીય બજારોમાં મંગળવારે એક તબક્કે સોનું 42 હજારની (24 કૅરેટ પ્રતિ દસ ગ્રામ) સપાટી નજીક પહોંચી ગયું હતું.
 
સંકટના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે.
 
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ભારતને કેટલી ખરાબ અસર થાય?
 
આ તરફ ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA ન્યૂઝ પર જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે:"અમે અમેરિકાના દરેક મિત્ર રાષ્ટ્રને ચેતવણી આપીએ છીએ કે ઈરાન વિરુદ્ધ ક્યાંય પણ કાર્યવાહી કરવામાં આવશે, તો તેનો જવાબ આપવામાં આવશે."
 
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે, "અમને ઇરાકમાં અમેરિકી ઍરબેઝ પર હુમલાની માહિતી મળી છે.""રાષ્ટ્રપતિને આ અંગે માહિતી અપાઈ છે અને તેમની આ ઘટના પર નજર છે. તેઓ આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સંપર્કમાં છે."
 
યુ.કે. નૅવી સતર્ક
 
મધ્યપૂર્વના સંકટને જોતા યુ.કે.એ તેના નૌકાદળ, સેના તથા હેલિકૉપ્ટરોને સાવધ રહેવા આદેશ આપ્યા છે.
 
સશસ્ત્ર બળોમાં 'જરૂરી ન હોય તેવા' કર્મચારીઓને પરત ફરવા જણાવાયું છે.
 
સંરક્ષણ પ્રધાન બૅન વેલ્સે સંસદના નીચલા ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે બંને પક્ષોને સ્થિતિ વણસે નહીં, તે માટે અપીલ કરી છે.
 
સાથે જ ઉમેર્યું હતું કે યુ.કે. અને અમેરિકા સાથી દળો છે, પરંતુ તે દરેક બાબતમાં અમેરિકાની સાથે નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BREAKING : ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 35નાં મૃત્યુ અને 48 ઘાયલ