Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Virus - ચીનમાં મરનારાઓની સંખ્યા 1500ના નિકટ પહોંચી, 5090 નવા કેસ આવ્યા સામે

Corona Virus - ચીનમાં મરનારાઓની સંખ્યા 1500ના નિકટ પહોંચી, 5090 નવા કેસ આવ્યા સામે
, શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (13:01 IST)
ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે 121 લોકોના મોત સાથે જ તેનાથી મરનારા લોકોનો કુલ આંકડો 1500 સુધી પહોંચી ગયો. આ સંક્રમણને કારણે તાજેતરમાં મરનારા લોકોમાંથી મોટાભાગના હુબેઈ પ્રાંતના હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ કે કોરોના વાયરસ સંક્રમણના પુષ્ટ મામલાની સંખ્યા 65000ના નિકટપહોંચી ગઈ છે. પ્રાંતીય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે બૃહસ્પતિવારને હુબેઈમાં કોરોના વાયરસના 4823 નવા મામલા સામે આવ્યા. આ ક્ષેત્રમાં કોરોના વાયરસથી 116 લોકોના મોત થયા. 
webdunia
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યુ કે 5090 નવા મામલાની સાથે જ કોરોના વાયરસના પુષ્ટ મામલાની સંખ્યા ગુરૂવારે 64894 પહોંચી ગઈ.  આયોગે કહ્યુ કે ગુરૂવારે તેણે 31 સ્થાનિક ક્ષેત્રોમાંથી કોરોના વાયરસના 5090 નવા પુષ્ટ મામલા અને 121 લોકોના મોતના સમાચાર મળ્યા.  તેમાથી 116 લોકોના મોત હુબેઈમાં, બે લોકોના મોત હેલિઆંગજિયાંગમાં અને એક એક વ્યક્તિનુ મોત અનહુઈ હેનાન અને ચોંગક્વિગમાં થયુ. 
 
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. જ્યારબાદથી અત્યાર સુધી આ 25થી વધુ દેશોમાં આ ફેલાય ચુક્યો છે. 
webdunia
కరోనా వైరెస్
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકરીની જાહેરાત કરી ચુક્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુલવામાં હુમલાની વરસી પર રાહુલ ગાંધીનુ વિવાદાસ્પદ ટ્વિટ