Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

85 લાખ રૂપિયામાં વેચાયુ ટેપ લગાવેલુ કેળુ, આર્ટિસ્ટે ખાધુ તો થઈ ફરિયાદ

85 લાખ રૂપિયામાં વેચાયુ ટેપ લગાવેલુ કેળુ, આર્ટિસ્ટે ખાધુ તો થઈ ફરિયાદ
, સોમવાર, 9 ડિસેમ્બર 2019 (17:41 IST)
અમેરિકામાં મિયામીની એક આર્ટ ગેલેરીમાં ડક્ટ ટેપ લગાવેલ કેળુ આર્ટ 85 લાખ રૂપિયામાં વેચાયુ હ અતુ. જેને એક્ઝીબિશન દરમિયાન રવિવારે અમેરિકાના આર્ટિસ્ટ ડેવિડ ડાટૂનાએ દિવાલ પરથી કાઢીને ખાઈ લીધુ. આવુ કરવા પર ગેલેરીના ડાયરેક્ટર લુસિયન ટેરેસે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
 
આ ઘટનાના 15 મિનિટ પછી એક નવુ કેળુ લાવીને ત્યા લગાવવામાં આવ્યુ. આ આર્ટને ઈટલીના આર્ટિસ્ટ મૉરિજિયોએ બનાવી  હતી.  તેઓ આવી ત્રણ કલાકૃતિ બનાવી ચુક્યા છે. તેમાથી બે વેચાય ચુકી છે. અંતિમ વેચવા માટે મુકવામાં આવી છે. હવે તેની ફોટો વાયરલ થઈ રહી છે. 
 
ડાટૂનાએ કહ્યુ - સારુ લાગ્યુ તેથી ખાઈ ગયો 
 
ડાટૂનાએ લખ્યુ, "ભૂખ્યો આર્ટિસ્ટ.. તેને ખાવામાં પણ મજા આવી.. તેમા ખૂબ સ્વાદ  હતો. 
 
કલાકૃતિ સાથે તેની વિશ્વસનીયતાનુ એક સર્ટિફિકેટ પણ હતુ 
 
થોડા દિવસ પહેલા કલાકૃતિમાં ઉપયોગમાં લેવામા આવેલ કેળાને મિયામીએ એક ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદ્યુ અતુ. સાથે જ તેમા ડક્ટ ટેપના એક ટુકડાને પણ લગાવવામાં આવ્યો. ગેલેરીના માલિક ઈમૈનુએલ પૈરોટિને મીડિયાને જણાવ્યુ "કેળુ વૈશ્વિક વ્યાપાર અને હ્યુમરનુ પ્રતીક છે. તેને કોમેડિયન નામ આપવામાં આવ્યુ છે." મૌરિજિયો કૈટેલન એ જ કલાકાર છે જેમની બનાવેલી સોનાની ટોયલેટ (18 કૈરેટ) થોડા દિવસ પહેલા ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા 2 વર્ષમાં 1397 લોકોના મોત