Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Casino માં 33 કરોડ રૂપિયાનો જૈકપોટ જીત્યા બાદ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક - જુઓ VIDEO

Singapore Casino Heart Attack
, ગુરુવાર, 27 જૂન 2024 (12:01 IST)
Singapore Casino Heart Attack
Singapore Casino Jackpot: એવુ કહેવાય છે કે વધુ ખુશ થતા આંખોમાં આંસુ આવી જાય છે. પણ એક વ્યક્તિ એટલો ખુશ થઓ કે તેના દિલની ધડકન થંભી ગઈ. ઘટના સિંગાપુરની છે. સિંગાપુરના એક કસીનોમાં વ્યક્તિને એટલા પૈસા જીત્યા કે તે ખુશી સહન ન કરે શકોયો અને તેને હાર્ટ અટેક આવી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  ઘટના 22 જૂનના રોજ સિંગાપુરના મરીના બે સૈંડ્સ કૈસીનોમાં થઈ હતી. 
 
 
મચી ગયો હડકંપ જુઓ વીડિયો 

ધ મિરરની રિપોર્ટ મુજબ 3.2 મિલિયન પાઉંડ એટલે કે લગભગ 33 કરોડ રૂપિયા નો જૈકપોટ જીતતા જ વ્યક્તિને હવામાં ઉછળી ઉછળીને મુક્કા મારવા શરૂ કર્યા. પણ બીજી જ ક્ષણે તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. આ દરમિયાન કસીનોમાં હાજર લોકો અને કર્મચારીઓ વચ્ચે હડકંપ મચી ગયો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વ્યક્તિ સાથે આવેલી મહિલા જોર-જોરથી રડતા રડતા બૂમો પાડતી જોવા મળી રહી છે. 
 
  
હોસ્પિટલમાં કર્યો દાખલ 
ઘટના પછી કસીનોના કર્મચારી તરત જ હરકતમાં આવી  ગયા અને વ્યક્તિને સારવાર આપવાની કોશિશ કરવામાં આવી. મોડુ કર્યા વગર તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની હાલત હવે સ્થિર બતાવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વ્યક્તિના મોતને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. જેનુ ખંડન કસીનોના પ્રવક્તાએ કર્યુ છે.  પ્રવક્તાએ કહ્યુ કે આ પ્રકારની રિપોર્ટથી એ વ્યક્તિના પરિવારને કેટલી પરેશાની થઈ તેનો અંદાજ નથી લગાવી શકાતો.  આ કેસિનોની માલિકી અને સંચાલન નેવાડા સ્થિત કંપની લાસ વેગાસ સેન્ડ્સ દ્વારા કરવામાં આવે છે. આ કંપનીએ ગયા વર્ષે $10.4 બિલિયનની આવક મેળવી હતી.
 
આ પણ જાણી લો  
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2021માં અમેરિકાના મિશિગનમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં એક વ્યક્તિ બીચ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેના ખિસ્સામાં વિજેતા ટિકિટ હતી. અમેરિકામાં અન્ય એક ઘટનામાં, લાસ વેગાસના બ્લેકજેક ટેબલ પર બેઠેલા એક વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ થયો. તાજેતરમાં એક ભારતીયે દુબઈમાં 2.25 કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો હતો.


Image Source - Twitter  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરાચીમાં હાઈ એલર્ટ આ 22 મૃતદેહો ક્યાંથી આવ્યા, હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.