100 buried after school building collapses in Nigeria
નાઇજીરિયાના ઉત્તર-મધ્ય રાજ્યમાં એક શાળાની ઇમારત ધસી પડતાં એમાં હાજર 100 લોકો દટાઈ ગયા છે. સ્થાનિક મીડિયા અને સમાચાર એજન્સી એએફપીએ મૃતકોની સંખ્યા અલગઅલગ જણાવી છે.
નાઇજીરિયાના અખબાર 'પંચ'એ મૃતકોની સંખ્યા 17 જણાવી છે. જ્યારે એએફપીએ કહ્યું છે કે અત્યાર સુધી 21 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
બનાવની વિગત એવી છે કે શુક્રવારની સવારે રાજધાનીમાં આવેલી સેન્ટ ઍકૅડમી સ્કૂલની ઇમારત ધસી પડી. આ દુર્ઘટના જ્યારે ઘટી ત્યારે શાળામાં 100 લોકો હાજર હતા.
નાઇજીરિયાની નેશનલ ઇમરજન્સી મૅનેજમૅન્ટ એજન્સી એટલે કે 'નેમો'એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે, "મૃતકોની ખરી સંખ્યાની પૃષ્ટિ કરાઈ રહી છે. અત્યાર સુધી કાટમાળમાં ફસાયેલાં 40 બાળકોને બચાવીને હૉસ્પિટલ મોકલવામાં આવ્યાં છે."
મૉસ્કો પાસે રશિયનન પ્રવાસી વિમાન ક્રૅશ, ત્રણ ક્રુ મેમ્બરનાં મૃત્યુ
મૉસ્કો પાસે એક પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ત્રણ ક્રુ મેમ્બરનાં મૃત્યુની શક્યતા છે.
રશિયાનું એક પ્રવાસી વિમાન શુક્રવારે મૉસ્કો પાસેના એક જંગલમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
રશિયન ઇમજન્સી મિન્સ્ટ્રીના જણાવ્યા અનુસાર વિમાનમાં માત્ર ક્રુ મેમ્બરો જ સવાર હતા.
મંત્રાલયે શુક્રવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "સુખોઈ સુપરજેટ 100 જંગલમાં ક્રૅશ થઈ ગયું અને એવું માનવામાં આવી રહ્યું છે કે વિમાનમાં સવાર ત્રણેય ક્રુ મેમ્બરોનાં મૃત્યુ થયાં છે."
રશિયાના સરકારી મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સમારકામ બાદ પરીક્ષણ માટે ઊડાણ ભરનારું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.