Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેમ રોજ તમારી થાળીમાં હોવો જોઈએ 1 ટુકડો ગોળ, જાણો સદીઓ જૂની પરંપરા કેમ છે લાભદાયી ?

કેમ રોજ તમારી થાળીમાં હોવો જોઈએ 1 ટુકડો ગોળ, જાણો સદીઓ જૂની પરંપરા કેમ છે લાભદાયી ?
, શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (17:42 IST)
ગોળ ન ફક્ત તમારા મોઢાને ગળ્યુ કરવાનુ કામ કરે છે પરંતુ તે આરોગ્ય માટે પણ અનેક રીતે લાભદાયી છે. જી હા તેથી જ તો તમેયાદ કરો કે ગામમાં જ્યારે પણ તમે જમવા માટે જતા હશો, તમારી થાળીમા રોટલી, દાળ, શાક, ડુંગળી- મરચા સાથે ખૂણામાં 1 ટુકડો ગોળ પણ મુકેલો હોય છે. તમે ક્યારેય વિચાર્યુ કે આવુ કેમ કરવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે આ આમ જ નહી જમ્યા પછી ગોળનો એક ગાંગડો ખાવાના ફાયદા (Benefits of having jaggery in your diet) અનેક છે. આવો જાણીએ કેવી રીતે. 
 
1. ગોળ ખાવાનું ઝડપથી પચે છે
થાળીમાં ગોળનો 1 ટુકડો ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં, ગોળ તેની રેચક ગુણધર્મોને કારણે કબજિયાત અટકાવે છે અને પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. આયુર્વેદ અનુસાર જમ્યા પછી ગોળ ખાવાથી તેના ગરમ ગુણોને કારણે પાચનક્રિયા સુધરે છે. આનાથી તમે જે પણ ખાઓ છો તે ઝડપથી પચી જાય છે.
 
2. પેટનું ફૂલવું કોઈ સમસ્યા નથી
ઘણીવાર લોકોને ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં ગોળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર, ગોળ ખાવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધે છે અને તે પાણીની જાળવણીને અટકાવીને પેટનું ફૂલવું અટકાવી શકે છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.
webdunia
3. ક્રેવિંગથી બચાવ થાય છે  
ખાધા પછી મોટેભાગે લોકોને ગળ્યાની ક્રેવિંગ હોય છે. આવામાં એક ટુકડો ગોળનુ સેવન આ આ ગળ્યુ ખાવાની ક્રેવિંગ ખતમ કરી શકે છે. સાથે જ આ હાર્મોનલ ઈટિંગ અને મૂડ સ્વિંગ્સને ઓછુ કરવામાં મદદગાર છે. આ ઉપરાંત આ ઉંઘ પણ સારી લાવે છે. જેનાથી હાર્મોનલ હેલ્થ યોગ્ય રહે છે. 
  
4. આયરનની કમીને દૂર કરે છે 
 
ખાધા પછી ગોળનુ સેવન, આયરનની કમીને દૂર કરવામાં મદદરૂપ છે.  ઉલ્લેખનીય છે કે શરીરમાં આયરનની કમીથી લોહીની કમજોરી થાય છે. આવામાં ગોળનુ રેગુલર સેવન આ સમસ્યાથી બચાવી શકે છે અને તમને હેલ્ધી રાખવામાં મદદરૂપ રહે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahashivratri special: મહાશિવરાત્રી વ્રતમાં પીવો બદામ ઠંડાઈ, શરીર રહેશે એનર્જી ભરપૂર