Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weight Gain: લગ્ન પછી અચાનક કેવી રીતે વધી જાય છે છોકરીઓનુ વજન ? આ છે 6 મોટા કારણ

Weight Gain: લગ્ન પછી અચાનક કેવી રીતે વધી  જાય છે છોકરીઓનુ વજન ? આ છે 6 મોટા કારણ
, મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (13:00 IST)
Why Do Women Gain Weight After Marriage: લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ હોય છે.  ખાસ કરીને યુવતીઓ નવા સંબંધોમાં સામેલ થતા પહેલા ઘણી તૈયારીઓ કરે છે. તેમા વજન ઓછુ કરવુ પણ સામેલ છે.  અનેક મહિલાઓની ચાહત હોય છે કે તેઓ પોતાના મેરેજ ડે પર સ્લિમ દેખાય. પણ તમે જોયુ હશે કે લગ્ન પછી છોકરીઓનુ વજન અચાનક જ વધવા માંડે છે. અનેક યુવતીઓમાં વેઈટ ગેઈન પહેલા જ મહિનામાં દેખાય છે. શુ કોઈએ ક્યારેય વિચાર્યુ છે કે આની પાછળ કારણ શુ છે.  
 
લગ્ન પછી કેમ વધે છે યુવતીઓનુ વજન ?
 
1. આવુ મોટેભાગે એ માટે થાય છે કે યુવતીઓ લગ્ન પહેલા તો ડાયેટ અને એક્સરસાઈઝને લઈને ખૂબ કૉન્શિયસ રહે છે. જેથી તેમને પરફેક્ટ પાર્ટનર મળી શકે. પણ લગ્ન બાદ કા તો પોતાનુ ડાયેટ રૂટીનને ફૉલો નથી કરી શકતી કે તેને લઈને બેદરકાર કે રિલેક્સ થઈ જાય છે.  જો તમે એકવાર હેલ્ધી પ્રેકટીસ છોડી દીધી તો તેની અસર શરીર પર સ્પષ્ટ જોવા મળે છે. 
 
2. લગ્ન પછી મોટેભાગે યુવતીઓ ઘરના કામમાં  વધુ વ્યસ્ત રહે છે કે પછી સગાસંબંધીઓને અટેંડ કરવા કે ટાઈમ કે ટાઈમ આપવામાં વ્યસ્ત થઈ જવાથી એક્સરસાઈઝ કે ફિઝિકલ એક્ટિવિટીજ પર ધ્યાન આપી શકતી નથી. જેને કારણે પેટ અને કમર પાસે ચરબી ભેગી થવા માંડે છે. 
  
3. લગ્નના દિવસથી લઈને કેટલાય દિવસો સુધી પાર્ટીઓ કે ધાર્મિક વિધિઓનો સમયગાળો ચાલે છે, આ દરમિયાન મહેમાનોની અવરજવર ચાલુ રહે છે. આવા પ્રસંગોએ કન્યાને તૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર લેવો પડે છે, ક્યારેક અતિશય આહારને કારણે વજન નિયંત્રણ શક્ય નથી હોતું.
 
4. લગ્ન પછી જો છોકરીઓની ઓફિસ લાઈફ ચાલુ રહે તો બેવડી જવાબદારીઓને કારણે ટેન્શન વધી જાય છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે ટેન્શનના કારણે વજન વધી શકે છે.
 
5. લગ્ન પછી તરત જ પરિવારની સંભાળ રાખવાને કારણે યુવતીઓ ખૂબ વ્યસ્ત થઈ જાય છે, જેને કારણે તેઓ રોજ 7 થી 8 કલાકની ઉંઘ પર લઈ શકતી નથી. ઓછુ સૂવાને કારણે પણ તેમનુ વજન ઝડપથી વધવા માંડે છે.  
 
6. આ ઉપરાંત લગ્ન બાદ યુવતીઓ પતિ સાથે ફિઝિકલ રિલેશન બનાવે છે અને તેમનું શરીર રીપ્રોડક્શન માટે તૈયાર હોય છે. આ દરમિયાન તેમના શરીરમાં એસ્ટ્રોજન જેવા ઘણા હોર્મોન્સનો લેવલ વધી જાય છે. આ હોર્મોન્સ એક્ટિવેટ થવાને લીધે ઘણા શારીરિક અને માનસિક પરિવર્તન જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti: મુશ્કેલ સમયમાં કામ આવે છે આ 5 વસ્તુ