Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અચાનક ઠંડ લાગતા પર શરીરમાં શા માટે ઉભા થઈ જાય છે, રૂંવાટા, પાછળ છે વૈજ્ઞાનિક કારણ

અચાનક ઠંડ લાગતા પર શરીરમાં શા માટે ઉભા થઈ જાય છે, રૂંવાટા, પાછળ છે વૈજ્ઞાનિક કારણ
, સોમવાર, 4 નવેમ્બર 2019 (13:49 IST)
અચાનકથી તમે કોઈ અનહોની ઘટના સાંભળરા કે હૉરર મૂવી જોવો છો તો તમને શરીરમાં જુદી જ પ્રતિક્રિયા જોવા મળે છે. તરત તમારા રૂંવાટા ઉભા થઈ જાય છે. તે સિવાય જ્યારે તમને બહુ તીવ્ર ઠંડ લાગે છે તો શું તમારા રૂંવાટા ઉભા થઈ જશે. આ પ્રકારની 2 જુદા-જુદા ઘટનાઓથી અમારું શરીર એક જેવું રિએકશન કેવી 
રીતે આપે છે. તેના પાછળ મુખ્ય કારણ શરીર વિજ્ઞાન અને તેનાથી સંકળાયેલી ભાવનાઓ છે. રૂંવાટા ઉભા થવાને Goosebumpsપણ કહેવાય છે. આ ખૂબજ સામાન્ય પ્રતિક્રિયા છે જે શરીરમાં ઠંડ લાગતા કે કોઈ અચાનક ભાવનાત્મક પ્રતિક્રિયામાં આવેલ ફેરફારના કારણે પણ આવું હોય છે. હકીકતમાંજ્યારે કોઈ 
 
કારણથી અમારી સ્કિનમાં નાના-નાના ઉઠાન થઈ જાય છે તો તેનાથી શરીર પર રહેલ વાળ અને રૂંવા એકદમ સીધા ઉભા થઈ જય છે. આ ઘટનાને જ ગૂજબમ્પ્સ કે રૂંવાટા ઉભા થવું કહી છે. આવો જાણીએ આખેર શા માટે શરીરમાં રૂંવાટા ઉભા થઈ જાય છે. 
 
શા માટે હોય છે આ ઘટના? સ્કિન પર રહેલ દરેક વાળથી સંકળાયેલી નાની-નાની માંસપેશીઓની સંકુચનના કારણે રૂંવાટા ઉભા હોય છે. સંકુચન વાળી દરેક મસલ સ્કિનની સતહ પર એક પ્રકારનો  ખાડો બનાવે છે જેનાથી આસપાસનો ભાગ ઉભરી જાય છે. જ્યારે માણસને ઠંડ લાગે છે ત્યારે પણ કઈક આવું જ હોય છે. ઠીક આવું જ જાનવરોમાં પણ હોય છે. રૂંવાટા ઉભા થતા પર તેના જાડા-જાડા અને ઘણા વાળ ફેલી જાય છે અને હવાની થોડી માત્રાને છુપાવીને રાખી લે છે. જે ઈંસુલેશન લેયરનો કામ કરે છે. વાળની લેયર જેટલી ઘણી થશે. તેટલી વધારે ગર્માહટને રોકશે. 
 
રૂંવાટા ઉભા થવાના વૈજ્ઞાનિક કારણ એ છે કે સ્ટ્રેસ હોર્મોન, જેને એડ્રેનાલિન કહેવામાં આવે છે, અવચેતન અવસ્થામાં રિલીજ થતા પર રૂંવાટા ઉભા થાય છે. આ હાર્મોન ન માત્ર સ્કિનની માંસપેશીઓમાં સંકોચન અને સંકોચન થાય છે, પરંતુ તે શરીરના અન્ય કાર્યોને પણ અસર કરે છે. પ્રાણીઓમાં આ તાણ હાર્મોન તે સમયે રિલીજ હોય છે જ્યારે તેને ઠંડ લાગે છે કે પછી તે કોઈ પ્રકારના સ્ટ્રેસ કે તનાવ ભરેલી પરિસ્થિતિમાં હોય છે.  
 
ઠંડી લાગતા પર શા માટે ઉભા હોય છે રૂંવાટા, રૂંવાટા જ્યારે ક્યારે તમને બહુ વધારે ઠંડ લાગે છે તો તમારું મગજ તમારા શરીરને સંકેત આપે છે કે તમારું શરીરને ગર્મહટની જરૂર છે. શરીરમાં રૂંવાટા ઉભા થવું પણ તેમાંઠી એક સંકેત છે. આ સિવાય જ્યારે તમારા શરીરમાં રૂંવાટા આવે છે તો તમારું શરીરને બાહરી ઠંડથી બચવાની કોશિશ કરે છે અને તમારી બૉડીમાં ગર્માહટને બનાવવાની કોશિશ કરે છે. 
 
રૂંવાટા ઉભા થવાની સાથે શું હોય છે. માણસોમાં એડેનલિન હાર્મોન ઠંડ લાગતા પર, ડર લાગતા પર, ઈમોશનલ થતા પર, તનાવની સ્થિતિમાં આવતા પર ક્યારે પણ રિલીજ થઈ જાય છે. માણસોમાં એડેનલિન રિલીજ થતા પર આંસૂ નિકળવા લાગે છે. હથેળીથી પરસેવું આવવા લાગે છે. હાર્ટબીટ તીવ્ર થઈ જાય છે, હાથ કંપાય છે, બ્લડ પ્રેશર વધે છે અને પેટમાં કંઈક વિચિત્ર થાય છે. કોઈ પણ પ્રકારના ઈમોશનલ સિચુએશનમાં જ નહી પણ ભૂત હોરર ફિલ્મ કે વીડિયો જોતા સમયે પણ રૂંવાટા ઉભો થઈ જાય છે, અથવા કેટલીક વાર ભૂતકાળની જૂની ઘટનાને યાદ કર્યા પછી રૂંવાટા ઉભો થઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips - આ 4 ફળ જે કંટ્રોલ કરે છે બ્લડ પ્રેશર