Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં જરૂર ખાવા જોઈએ આ 3 શાકભાજી, બ્લડ સુગર લેવલ ઝડપથી ઘટશે

vegetables are good for diabetes
, બુધવાર, 8 મે 2024 (00:41 IST)
vegetables are good for diabetes
ડાયાબિટીસને આહાર દ્વારા ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. આ એક એવો રોગ છે જે તેના મૂળમાંથી ક્યારેય નાબૂદ થઈ શકતો નથી, તમે જ તેને નિયંત્રિત કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં આવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને શરીરમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય રહે. આજે અમે તમને એવા શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જે ડાયાબિટીસના દર્દીએ ઉનાળામાં ખાવા જ જોઈએ. આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કઈ શાકભાજી ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.
 
ઉનાળામાં ડાયાબિટીસનાં દર્દીઓ માટે શાક 
ડાયાબિટીસમાં કારેલા - કારેલા સ્વાદમાં કડવા, પરંતુ કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું  કામ કરે છે. ગરમી કારેલાની ઋતુ હોય છે, તમારે તેને તમારા આહારમાં જરૂર સામેલ કરવા જોઈએ. કારેલામાં એવા પોષક તત્વો મળી આવે છે જે માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓને પણ મટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ કારેલા ખાવાથી બ્લડ શુંગરને સરળતાથી નિયંત્રિત કરી શકે છે.
 
ડાયાબિટીસમાં ભીંડા- ગરમીના શાકભાજીમાં ભીંડાનો પણ સમાવેશ થાય છે. જો કે ભીંડા દરેકને પસંદ હોય છે, ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. ભીંડા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓને એવા ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય. ભીંડાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 20 છે જે ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થાય છે.
 
ડાયાબિટીસમાં ફણસ- લોકોને ઉનાળામાં ફણસનું શાક ભાવે છે. સ્વાદ સાથે ફણસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કરીને ફણસનું શાક ખાવું જોઈએ.  તેનાથી વધેલા બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે. ફણસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે શરીરમાં ગ્લુકોઝ અને ઈન્સ્યુલિન રીલીઝને ઘટાડે છે. ફણસથી ભૂખને પણ કંટ્રોલ કરી શકાય છે. તેથી ડાયાબિટીસથી પીડિત વ્યક્તિએ ફણસનું શાક જરૂર ખાવું જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ