Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત એક લસણની કળી અને તમારો બધો થાક થઈ જશે દૂર

what happen to keep garlic under pillow

ફક્ત એક લસણની કળી અને તમારો બધો થાક થઈ જશે દૂર
, શનિવાર, 2 ડિસેમ્બર 2017 (12:56 IST)
લસણનો પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી આપણા સ્વાસ્થયને પુષ્કળ લાભ મળે છે. લસણનું  સેવન દરરોજ કરવુ જોઈએ. આ આપણને ઘણા રોગોથી બચાવે છે. આ આપણી ધમનીઓને સાફ કરે છે.  પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીકા નીચે પણ મુકે છે . જી હા, ઘણા લોકો સૂતા પહેલા લસણને  ઓશીકા નીચે મુકે છે. 
 
લોકો આવું એ માટે કરે છે કારણકે ઓશીકા નીચે લસણ મુકવાથી ઉંઘ સારી આવે છે. આ ઉપરાંત લોકો એને સૌભાગ્ય માટે પોતાના ખિસ્સામાં મુકે છે. લસણને ઓશીકા નીચે મુકવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણમાંથી આપણને એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી યૌગિક ગણાય છે. એને મસળીને તેનુ સેવન કરવાથી  આપણી શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે સીઝવીને ખાશો તો એના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાતા પહેલા એને 15 મિનિટ માટે વાટીને  મૂકી દો અને પછી ખાવો.  

લસણના પીણાનો પણ ઉપયોગ કરો 
 
જો તમે વધુ થાક અનુભવી રહ્યા હોય કે શરીરમાં વધુ દુખાવો થઈ રહ્યો છે તો આવામાં તમે લસણના પીણાનો ઉપયોગ કરી શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 ગ્લાસ દૂધ 
- 1 લસણની કળી(વાટેલી)
- 1 ચમચી મધ 
 
કેવી રીતે બનાવશો 
 
સૌ પહેલા લસણને સારી રીતે વાટી લો અને તેમા દૂધ મિક્સ કરો. પછી તેને 3 મિનિટ ઉકાળો અને પછી તેને તાપ પરથી ઉતારી લો. હવે ગ્લાસમાં મધ નાખો અને પીવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીમ જાવ પણ ધ્યાન રાખો આ 8 વાતો ....