Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weight Loss : ત્રિફળાના સેવનથી ઓછી કરો ચરબી, ઉપયોગ કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

trifala
, રવિવાર, 25 ડિસેમ્બર 2022 (13:21 IST)
Weight Loss : આજના સમયમાં લોકો કરતા વધુ કામ મશીન કરે છે. લોકોની અંદર આળસ આ રીતે સમાવી ચુક્યુ છે કે તે પોતાના લગભગ દરેક કામ માટે બીજા પર કે મશીન પર નિર્ભર રહે છે. આ બદલતી લાઈફસ્ટાઈલની સૌથી ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  આવુ કરવાથી આપણે અનેક પ્રકારની બીમારીઓના ભોગ થઈએ છીએ. જેમાથી એક બીમારી છે વજન વધવુ.  વધતુ વજન એક એવી બીમારી છે જેમાંથી લગભગ દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. 
 
વધતા વજનનો ભોગ બનનારા મોટાભાગના લોકો પોતાના શરીરને જોઈને અફસોસમાં સમય પસાર કરે છે. જાડાપણુ એક ગંભીર બીમારી છે. સાથે જ અનેક બીજી બીમારીઓનુ પણ કારણ છે. વધતા વજને કારણે આપણે અનેક ગંભીર બીમારીઓના ભોગ બની શકીએ છીએ. જાડાપણાની સમસ્યા દરેક વયના લોકોમાં મળી જાય છે. નાના-નાના બાળકો પણ આ બીમારીના શિકાર થાય છે.  વજન વધવા દરમિયાન લોકો મોટેભાગે તેને ઓછા કરવાના ઉપાય શોધવા લાગે છે.  આવામાં અમે તમારી માટે લઈને આવ્યા છે એક સહેલો ઉપાય. 
 
ત્રિફળા ત્રણ ફળોને મળીને બનાવવામાં આવે છે. તેનુ આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્રિફળાની ગણતરી જડી-બુટિયોમાં પણ કરવામાં આવે છે.  રોજ ત્રિફળાનુ સેવન કરવાથી વધતુ વજન પણ ઓછુ થઈ જાય છે. તેમા અનેક એવા ગુણ જોવા મળે છે જે આપણી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
કેવી રીતે કરશો સેવન 
 
-  વજન ઓછુ કરવા માટે ત્રિફળાને કુણા કાઢામાં મઘ મિક્સ કરીને લો. 
- ત્રિફળા ચૂરણને પાણીમાં સારી રીતે ઉકાળીને, મઘ મિક્સ કરીને સેવન કરો. 
 
ત્રિફળાના ફાયદા 
 
- ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. 
- બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 
- ચર્મ રોગ દૂર કરવામા લાભકારી
- કબજિયાત સાથે જોડાયેલ સમસ્યાથી આપશે રાહત 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના કહેરથી બચવા ઈમ્યુંનીટી મજબૂત બનાવવી છે તો આજથી જ તમારા આહારમાં સામેલ કરો આ વસ્તુઓ