Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબા પ્રેકટિસથી પહેલા 10 આહાર ,વધારશે એનર્જી

ગરબા પ્રેકટિસથી પહેલા 10 આહાર ,વધારશે એનર્જી
, મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (14:13 IST)
નવરાત્રિથી પહેલા જો તમે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છો. તો એમા તમને શરીરને અતિરિક્ત ઉર્જાની જરૂરી હોય છે એમના માટે જરૂરી છે પ્રેક્ટિસ થી પહેલા તમે પોષણ આહાર લો. જે કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીનથી ભરપૂર હોય. આ 10 વસ્તુઓને પ્રોક્ટિસથી 1 કે 2 કલાક પહેલા લેવું. તમને ફિટ અને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરશે. 
1. અંકુરિત કઠોળ- અંકુરિત અનાજ પોષક તત્વોથી ભરપૂર આહાર છે , જે તમને ફિટ અને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે . ગરબા પ્રેક્ટિસથી બે કલાક પહેલા તમે એનો સેવન કરી  શકે છે. એમાં વિટામિન -કે , વિટામિન સી , મિનરલ્સ , પ્રોટીન કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર પણ પ્રચુર માત્રામાં હોય છે જે વધારે સમય સુધી શરીરમાં ઉર્જાનો સંચાર કરી તમને એનર્જેટિક અને ફિટ રાખે છે. 
 

2. ઓટમીલ- ઓટમીલ કે જવનો આહાર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ અને ફેટી એસિડ સાથે ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. એને વર્કઆઉટથી આશરે 1 થી 2 કલાક પહેલા ભોજન તમને ઉર્જાવાન બનાવી રાખવાની સાથે જ સ્વાસ્થય પણ સારો બનાવે છે. આ પાચનમાં સમય લે છે , જેથી વધારે સમય સુધી શરીરમાં ઉર્જાનો સ્તર બન્યું રહે છે. એ પણ વગર આલ્સય. સાથે જ આ લોહીમાં શર્કરાનો સ્તર એકદમ નહી વધવા દેતું. 
webdunia
3. સ્મૂદી- ફળથી બનેલી સ્મૂદીને બહુ પસંદ કરાય છે, એ સ્વાદની સાથે આરોગ્ય્નો પણ ખજાનો છે. વર્કઆઉટને પહેલા એના પ્રયોગ એક સારો વિક્લ્પ છે આથી ગરબા પ્રેક્ટિસમાં પણ એનો પ્રયોગ કરી શકાય છે. એના માટે તમે મેંગો શેક, બનાના શેક , અનાનાસ કે તરબૂચનો પ્રયોગ કરી શકે છે એમાં રહેલ કાર બોહાઈડ્રેટ તરત સતત ઉર્જાનો સંચાર કરવામાં સહાયક છે ત્યાં જ પ્રોટીન પ્રેક્ટિસના સમયે મસલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. 

4. હોલ ગ્રેન બ્રેડ- લોટથી બનેલી બ્રેડ પણ તમારા માટે ગરબા પ્રેક્ટિસમાં સૌથી મદદગાર થશે. એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીનની માત્રા તમારા મસલ્સને ફિટ રાખવાની સાથે ઉર્જા બનાવી રાખવા માટે ખાસ છે. પ્રેક્ટિસથી પહેલા એનો પ્રયોગ તમે બાફેલા ઈંફા કે મધ સાથે પણ કરી શકો છો.
webdunia
5. ઈંડા- પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર ઈંડા બનાવા અને ખાવામાં બહુ સરળ વિકલ્પ છે. તમે એને બાફીને ખાઈ શકો છો કે જેવું પસંદ કરતા હોય્ આ એલ્યુબિન પ્રોટીનથી ભરેલો તો છે જ , યોક્નો પ્રયોગ તમારા લોહીમાં એચડીએલનો સ્તર બનાવી રાખવા અને હૃદયની રક્ષા કરવામાં સહાયક છે. સાથે જ આ આતંરિક રૂપથી મજબૂત અને ઉર્જાવાન બનાવી રાખવા માટે પણ સારો છે. 

 
6. કેળા- કાર્બોહાઈડ્રેટ , પોટેશિયમ અને મેગ્નીશિયમનો કાંબિનેશન તમને ઉર્જાવાન બનાવી રાખવાની સાથે જ શરીરના આંતરિક અંગોને સુરક્ષિત રાખવા માટે મુખ્ય છે. પ્રેક્ટિસથી એક કલાક પહેલા તમે કેળાનો સેવન દહીં સાથે કરી શકો છો. આ ઉર્જા અને આરોગ્યનો સારો વિકલ્પ છે. 
webdunia
7. કૉફી- તમે પ્રેક્ટિસથી પહેલા કોફીનો સેવન કરી શકો છો. એક શોધ પ્રમાણે વર્કઆઉટથી પહેલા કૉફીનો પ્રયોગ તમારા પરફાર્મેંસને સારા કરવામાં મદદ કરે છે. એને પ્રેક્ટિસ પછી પણ પી શકાય  છે. આ તમને સક્રિય બનાવી રાખવામાં મદદ કરવાની સાથે જ ફેટ બર્ન કરવામાં પણ સહાયક હોય થશે. 
 

 
8. શકરકંદ- શકરકંદમાં કાર્બોહાઈડ્રેડ, એંટી-ઓક્સીડેંટ, બીટા કેરોટીન અને ફાઈબર્સ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ વિટામિન ડી અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે. પ્રેક્ટિસના 1 કલાક પહેલા એનો સેવન તમને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. 
webdunia
9. સૂકા મેવા- ડ્રાયફૂડસ કે સૂકા મેવા ઉર્જાનો એક સારો વિક્લપ હોય છે એનો પ્રયોગ કરી તમે પોતે સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી રાખી શકે છે. આ શરીરને આંતરિક મજબૂતી પ્રદાન કરવાનો કામ કરે છે. 
 
10. ચૉકલેટ મિલ્ક - પોષણ આપવાની સાથે જ તમને લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવી રાખવામાં આ તમારી મદદ કરી શકે છે. સાથે ક પ્રેક્ટિસ પછી એનો પ્રયોગ ઉર્જાના સંચય કરવામાં કરાય છે. એમાં ઘના રીતના પોષક તત્વ તમને ફિટ અને હેલ્દી રાખવામાં મદદ કરે છે . 
 
ગરબા પ્રેક્ટિસ વર્કઆઉટ કે જિમ જતા પહેલા તરત ખાવાથી બચવું- ઓછામાં ઓછા 1 કલાક પહેલા જ કઈક ખાવું 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરે જ બનાવો એકદમ હોટલ જેવી - પંજાબી પાલક પનીર