Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરે જ બનાવો એકદમ હોટલ જેવી - પંજાબી પાલક પનીર

ઘરે જ બનાવો એકદમ હોટલ જેવી - પંજાબી પાલક પનીર
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (15:00 IST)
સામગ્રી - ડુંગળીની પેસ્ટ માટે સામગ્રી - 1 કપ ડુંગળી, કાજુ-1/4 કપ, લીલા મરચા 5, પાણી 1 કપ, 
પાલક પેસ્ટ માટે સામગ્રી - પાલક 6 કપ (એક ગુચ્છો) પાણી-લગભગ 5 કપ .
 
કરી માટે સામગ્રી - પનીર 200 ગ્રામ ચોરસ કાપેલા, તેલ 3 ચમચી. આદુ પેસ્ટ 1 ચમચી, લસણનું પેસ્ટ એક ચમચી, ટામેટા 1/4 કપ ઝીણા સમારેલા,  સંચળ અડધી ચમચી કસૂરી મેથી 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી મીઠુ સ્વાદ મુજબ, મલાઈ 2 ચમચી
 
બનાવવાની રીત - એક પેનમાં ઝીણી સમારેલી ડુંગળી કાજૂ લીલા મરચા અને 1 કપ પાણી લઈને 15 મિનિટ સુધી બાફી લો. આ રીતે ડુંગળી નરમ થઈ જશે. પાણી પણ 80 ટકા સુકાય જશે. પછી તેને ઠંડુ થવા મુકી દો. ત્યા સુધી પાલકને ધોઈને 5 કપ પાણી સાથે મધ્યમ તાપ પર બાફી લો. તેને 4 મિનિટ સુધી જ થવા દો.  ત્યારબાદ બાફેલી પાલકને ઠંડા પાણીથી ધોઈ લો. આવુ કરવાથી પાલકનો લીલો રંગ કાયમ રહેશે.  પછી ડુંગળી અને અન્ય સામગ્રીને સારી રીતે મિક્સરમાં બ્લેંડ કરી લો અને તેને એક વાડકામાં કાઢી બાજુ પર મુકો.  એ જ મિક્સરમાં પાલકને પણ બ્લેંડ કરી લો. 
 
એક મોટી કઢાઈ ગેસ પર ચઢાવો અને તેમા તેલ ગરમ કરો. પછી તેમા લસણની પેસ્ટ નાખીને 30 સેકંડ માટે ચલાવો.  ત્યારબાદ તેમા કાપેલા ટામેટા નાખીને 2 મિનિટ થવા દો.  તવેથાથી ટામેટાને થોડા દબાવી દો જેનાથી તે સંપૂર્ણ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય. હવે ડુંગળીની પેસ્ટ નાખીને 2 મિનિટ થવા દો. ડુંગળીની પેસ્ટ બ્રાઉન ન કરશો. હવે તેમા પાલકની પેસ્ટ નાખો.  તેને ઉકળવા દો. ત્યારબાદ સંચળ, કસૂરી મેથી ગરમ મસાલો અને મીઠુ નાખીને મિક્સ કરો.   પછી તેમા પનીરના ટુકડા નાખો અને હળવા હાથે મિક્સ કરો. જો ગ્રેવી ઘટ્ટ બની જાય તો તેમા થોડુ પાણી મિક્સ કરો. 2 મિનિટ માટે તાપને ધીમુ કરીને થવા દો. પછી ઉપરથી મલાઈ નાખો.   તમારી પાલક પનીર તૈયાર છે.  આ પાલક પનીર તમે ગરમા ગરમ પરાઠા કે રાઈસ સાથે સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાંબાના વાસણમાં પાણી પીવાના 10 આરોગ્ય ફાયદા