Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Side Effects of Oversleeping: શુ તમને પણ વધુ ઉંઘવાની આદત છે, તો ચેતી જાવ નહી થશે આ ગંભીર બીમારીઓ

Side Effects of Oversleeping: શુ તમને પણ વધુ ઉંઘવાની આદત છે, તો ચેતી જાવ નહી થશે આ ગંભીર બીમારીઓ
, બુધવાર, 25 ઑગસ્ટ 2021 (00:32 IST)
Oversleeping Side Effects: શરીરને સ્વસ્થ રાખવા માટે, ભરપૂર ખોરાક સાથે, ઉંઘની પણ ખૂબ જરૂરી છે. સારી ઉંઘ આપણને ફ્રેશ રાખવા સાથે એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ સારુ છે, પણ આજના સમયમાં આ એક સામાન્ય વાત થઈ ગઈ છે કે લોકોના સૂવાની ઉંઘવાની દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.  સ્માર્ટફોન અને કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગને કારણે લોકોને ઉંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ, વધુ પડતી સુવુ શરીર માટે ખૂબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો દરેક વ્યક્તિએ  સ્વસ્થ રહેવા માટે દરરોજ 8 કલાકની ઉંઘની જરૂર છે. પરંતુ, વધારે પડતું  ઉંઘવું પણ શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે.  તો ચાલો જાણીએ વધુ સૂવાના નુકશાન વિશે... 
 
માથાનો દુખાવો રહેવો 
વધારે પડતું સૂવાથી વ્યક્તિ પર ખૂબ ખરાબ અસર પડે છે. જ્યારે પણ આપણે 7 થી 8 કલાકથી વધારે ઉંઘીએ છીએ ત્યારે આપણને વારંવાર માથાનો દુખાવો થાય છે. લાંબા સમય સુધી ઉંઘ લેવાને કારણે ભૂખ અને તરસ પણ લાગે છે. તેથી કોશિશ કરો કે 8 કલાકથી વધુ તમે ઉંઘ ન લો. 
 
પીઠના દુખાવાની સમસ્યા 
 
વધુ પડતી ઉંઘને કારણે પીઠનો દુ:ખાવો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી સૂવાથી પીઠની માંસપેશીઓ પર  દબાણ વધે છે. ઘણીવાર લાંબા સમય સુધી ખોટી પોઝીશનમાં સૂવાથી પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી શકે છે. તેથી, લાંબા સમય સુધી એક જ પોઝીશનમાં સૂવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
 
થાક લાગવો 
 
લાંબા સમય સુધી ઉંઘવાથી વ્યક્તિ થાક અનુભવી શકે છે. તમને આખો દિવસ સૂવાનું મન થશે અને તેના કારણે તમે થાક અનુભવશો. આ બોડી ક્લોકને બગાડીને સૂવાની અને જાગવાની Biological Clock  બગાડી શકે છે. 
 
ડિપ્રેશનના શિકાર થવુ 
 
વધુ પડતી ઉંઘ લેવાથી ડિપ્રેશન પણ થઈ શકે છે. ડિપ્રેશન સામાન્ય રીતે 30 થી 40 વર્ષની વચ્ચે થાય છે અને તેનુ કારણ વધુ પડતી .ઉઘને કારણે પણ થઇ શકે છે. તેથી વધુ સૂવાથી બચો અને ખુદને સ્વસ્થ રાખો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફોન છીનવાતાં જ બાળક ભોજન છોડી દે છે, આ રીતે ખવડાવો ટાઈમ પર ફૂડ