Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબુદાણાથી થાય છે આ 10 ફાયદા

સાબુદાણાથી થાય છે આ 10 ફાયદા
, બુધવાર, 20 ડિસેમ્બર 2017 (08:42 IST)
સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે.  આમ તો તેમનો પ્રયોગ ફક્ત ફળાહાર માટે થતો રહ્યો છે. પણ અત્યાર સુધી તેના ગુણોથી અનેક લોકો અજાણ છે. જો તમે પણ આના ગુણોથી અજાણ છો તો જાણો તેનાથી થનારા 10 મુખ્ય ફાયદા... 
1. ગરમી પર કરો નિયંત્રણ - એક શોધમાંથી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી આ તમારા શરીરમાં વધનારુ તાપમાન ઓછુ કરી દે છે. 
 
2. ઝાડા પર રોક લગાવે - જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે. 
3. બ્લડ પ્રેશર કંટ્રોલમાં - સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારા કરી તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે.  
4. પેટની સમસ્યાઓ દૂર કરે - પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે. 
5. એનર્જી વધારે - સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ જ સહાયક હોય છે. 
6. ગર્ભ સમયે - સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે. 
7. હાડકા કરે મજબૂત - સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે  ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. 
8. વજન વધારે - ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનુ વજન સહેલાઈથી નથી વધતુ. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે. 
9. થાક કરે દૂર - સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે. 
10. ત્વચામાં રોનક લાવે - સાબુદાણાનો ઉપયોગ ફેસમાસ્ક બનાવવામાં કરવામાં આવે છે. તેનુ ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરા પર ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહીં ભાઈની પત્ની સાથે બનાવાય છે સંબંધ