Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Side Effects - ફ્રિજમાં મુકેલો લોટ બની શકે છે જીવલેણ

white flour
, રવિવાર, 23 એપ્રિલ 2023 (13:44 IST)
Refrigerated flour can be deadly- લગભગ બધા ભારતીય  પોતાના ભોજનમાં રોટલીને વિશેષ રૂપે સામેલ કરે છે. દિવસ હોય કે રાત્ર ઘરની મહિલાઓ ગરમ ગરમ રોટલી રસોઈ સાથે પીરસે છે. આ માટે ક્યારેક ક્યારેક મહિલાઓ લોટને પહેલાથી જ બાંધીને મુકી રાખે છે જેથી જ્યારે રોટલી ખાવી હોય તો લોટ ગૂંથવાની મથામણ ન કરવી પડે.  
 
 
મોટાભાગની મહિલાઓ લોટ ગૂંથીને ફ્રિજમાં મુકી દે છે કે પછી રોટલી બનાવ્યા પછી જે લોટ અબ્ચી જાય છે તેને ફ્રિજમાં મુકી દે છે જેથી રાતના સમયે રોટલી બનાવવા માટે બીજીવાર લોટ બાંધવામા તેમનો સમય બરબાદ ન થાય. આવુ કરનારી મહિલાઓ કદાચ એ પણ નથી જાણતી કે ફ્રિજમાં બાંધેલો લોટ મુકવો કેટલો નુકશાનદાયક સાબિત થાય છે. 
 
આમ તો મોટાભાગની ગૃહીણીઓની એ આદત હોય છે કે તો લો બચી જતા તેને ફ્રિજમાં મુકી દે છે જેથી પાછળથી તેને વાપરી શકાય.  પણ કેટલાક લોકો તો એટલા આળસુ હોય છે કે દિવસમાં બે વાર લોટ બાંધવાથી બચવા માટે એક સામટો લોટ બાંધીને ફ્રિજમાં મુકી દે છે.  પણ શુ આવુ કરવુ આરોગ્યપ્રદ છે. 
 
વિશેષજ્ઞોનુ માનીએ તો લોટ પલાળતા  તરત જ ઉપયોગ કરવો જોઈએ..  નહી તો તેમા રાસાયણિક ફેરફાર થઈ  જાય છે જે આરોગ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. આવુ આર્યુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે.   આવુ આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે. તેથી ફ્રિજનો ઉપયોગ લોટ રાખવા માટે ન કરો. થોડા જ દિવસમાં એવી ટેવ બની જશે કે જેટલી રોટલીઓ જરૂર પડે છે એટલો જ લોટ પલાળવામાં આવે અને તેમા વધુ સમય પણ નથી લાગતો. તાજા લોટની રોટલીઓ વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે અને તમારા આરોગ્ય પર પણ કોઈ ખરાબ અસર પડતી નથી.  જો લોટ ખમીરવાળો થઈ જાય તો કે વધુ વાસી થઈ જાય તો તેને ખાશો નહી. 
 
 
ઘરમાં બાંધેલો લોટ ફ્રીજમાં મુકવાની એક વૃત્તિ બની જાય છે. ત્યારે ભૂત આ પિંડનું ભક્ષણ કરવા માટે ઘરમાં આવવા શરૂ થઈ જાય છે જે મૃત્યુ પછી પિંડ મેળવવાથી વંચિત રહી જાય છે. એવા ભૂત અને પ્રેત ફ્રિજમાં મુકેલા આ પિંડથી તૃપ્તિ મેળવવા માટેની કોશિશ કરે છે. 
 
જે પરિવારમાં પણ આ પ્રકારની ટેવ છે ત્યા કોઈને કોઈ પ્રકારનું અનિષ્ટ, રોગ-શોક અને ક્રોધ તેમજ આળસનો ડેરો હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે વાસી ભોજન ભૂત ભોજન હોય છે અને તેને ગ્રહણ કરનારો વ્યક્તિને જીવનમાં રોગ અને પરેશાનીઓનો ઘેરો સહન કરવો પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે લોટ બાધીને ફ્રિજમાં મુકી રાખો છો ? તો જરૂર વાંચો, વાસી ગૂંથેલો લોટ પ્રેતામ્તાઓને નિમંત્રણ આપે છે