વિકાસશીલ દેશોમાં મલેરિયા ઘનાં લોકો માટે મોતનો પૈગામ બનીને સામે છે. મચ્છરોને લીધે ફેલાનારી આ બિમારીને લીધે દર વર્ષે લગભગ લાખો લોકો પોતાના જીવ ગુમાવી દે છે. પ્રોટોજુઅન પ્લાસમોડિયમ નામના કીટાણુંના પ્રમુખ વાહક માદા એનોફિલીઝ મચ્છર હોય છે જે એક સંક્રમિત વ્યક્તિથી બીજા સુધી કીટાણું ફેલાવે છે.
લક્ષણ : મલેરિયાના પ્રમુખ લક્ષણ છે- ચોક્કસ ટાઈમે અને અમુક અંતરે દર્દીને રોજ તાવ આવે છે. માથાનો દુ:ખાવો થવાની સાથે સાથે ધ્રુજારી સાથે ઠંડી લાગે છે. દર્દીના હાથ-પગમાં દુ:ખાવાની સાથે નબળાઈ આવી જાય છે.
તેનાથી બચવાના ઉપાય : મલેરિયાથી બચવા માટેનો સૌથી સારો ઉપાય છે મચ્છરદાનીમાં સુવુ, ઘરની આજુબાજુ ભરાયેલા પાણીથી છુટકારો મેળવવો. આ સિવાય જમા થયેલા પાણીમાં સ્થાનીક નગર નિગમના કર્મચારીઓ કે મલેરિયા વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવો વગેરે. જો ઉપર લખેલા લક્ષણોની તમને અસર લાગતી હોય તો તુરંત જ ડોક્ટર પાસે જઈને યોગ્ય સલાહ લેવી. બાળકો અને ગર્ભવતી મહિલાઓએ આ મુદ્દે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. દર્દીને સુકા અને ગરમ સ્થળ પર આરામ કરવા દેવો. યાદ રાખો કે મચ્છર કરડવાના 14 દિવસ પછી મલેરિયાના લક્ષણો સામે આવે છે.