Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજની આ 6 સારી ટેવ તમને ડાયાબિટીસથી બચાવશે

રોજની આ 6 સારી ટેવ તમને ડાયાબિટીસથી બચાવશે
, બુધવાર, 28 ઑગસ્ટ 2019 (18:12 IST)
શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટિક પેશેંટ માટે. જો શુગર લેવલ ઓછુ કે વધુ થઈ જાય તો તેનાથી હ્રદય, રક્તનળી, આંખો, કિડની અને નસોને નુકશાન થઈ શકે છે.  સાથ જ તેનાથી અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. 
 
ડાયાબીટિસ એક ક્રૉનિક અને મેટાબોલિક વિકાર છે.  જે બ્લડ શુગરના હાઈ લેવલને દર્શાવે છે.  ઉલ્લેખનીય છે કે સૌથી સામાન્ય ટાઈપ 2 ડાયાબિટીસ છે જે આજકાલ ખૂબ જોવા મળી 
 
રહી છે.  આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઈંસુલિન બનતુ નથી.  બીજી બાજુ ટાઈપ 1 ડાયાબિટીસમાં અગ્નાશય પોતે ખૂબ ઓછા પ્રમાણમાં કે પછી ઈંસુલિન બનાવતુ 
 
જ નથી. 
 
કેટલાક લોકો શુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ લે છે પણ આ સાથે જ  ડેલી રૂટીનમાં કેટલીક ટેવ અપનાવીને પણ તેને કંટ્રોલ કરી શકો છો. ચાલો તમને બતાવીએ છીએ કે 
 
ડાયાબિટીક પેશેંટને તમારી કંઈ ટેવમાં ફેરફાર કરવો જોઈએ.  
 
હેલ્ધી ડાયેટ લો - શુગરને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે હેલ્ધી ડાયેટ. કારણ કે તમે જે પણ ખાવ છો તે રક્ત શર્કરાને પ્રભાવિત કરે છે. આ માટે ડાયેટમાં ઘણા બધા શાક, ફળ,  આખા અનાજ,  નૉનફૈટ ડેયરી,  લીન મીટ અને ગ્રીન ટી લો. સાથે જ હાઈ શુગર ફુડ્સ,  ફૈટી ફુડ્સ,  દારૂ,  કૈફીન,  કાર્બ્સ અને જંક ફુડ્સથી દૂર રહો. 
 
તનાવથી રહો દૂર  - સ્ટ્રેસ લેવલ ડિપ્રેશન વધારવા ઉપરાંત તેને કારણે લોહીમાં શુગરનુ સ્તર પણ વધી જાય છે.  ઉલ્લેખનીય છે કે તનાવને કારણે તમે ડાયાબિટીસને સારી રીત પ્રબંધિત નથી કરી શકતા. તેથી તનાવથી બચવુ ખૂબ જરૂરી છે.  આ માટે વ્યાયામ કરવો,  યોગ,  યોગ્ય ખોરાક અને તમારી દવાઓ લેવી ન ભૂલશો.  સાથે જ તનાવ દૂર કરવા માટે એ કામ કરો જેનાથી તમને ખુશી મળે. 
 
એક્સરસાઈઝ - એક અભ્યાસ મુજબ રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સસાઈઝ કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ તેનાથી અન્ય બીમારીઓનો ખતરો પણ ઘટી જાય છે. આ માટે ડેલી રૂટીનમાં ફરવુ,  જિમ,  સ્પોર્ટ્સ અને યોગને સામેલ કરો.  સાથે જ રાતનુ ભોજન કર્યા પછી પણ ઓછામાં ઓછા 15-20 મિનિટ ફરવાનો નિયમ જરૂર રાખો. 
 
ધૂમ્રપાન છોડો - ફક્ત ડાયાબિટીસ જ નહી પણ અન્ય બીમારીઓથી બચવા માટે પણ જરૂરી છે કે તમે ધૂમ્રપાન ન કરો.   આ લતન છોડવા માટે તમે ડોક્ટરની મદદ લઈ શકો છો. 
 
દારૂને સીમિત કરો -  રિસર્ચનુ કહેવુ છે કે મહિલાઓ દિવસમાં 1 થી વધુ અને પુરૂષોને 2 થી વધુ પૈગ ન લેવા જોઈએ.. દારૂ તમારા લોહી શર્કરાને ખૂબ વધારી દે છે અથવા તો ખૂબ ઓછી કરે છે. તેથી સારુ રહેશે કે તમે તેનાથી દૂર રહો. 
 
નિયમિત ચેકઅપ કરાવો - 6 મહિનામાં ઓછામાં ઓછુ 1 વાર બ્લડ શુગર લેવલ જરૂર ચેક કરાવો  સાથે જ કોલેસ્ટ્રોલ ચેકઅપ પણ કરાવતા રહો. કારણ કે ડાયાબિટીસથી હાર્ટ ડિસીઝનો ખતરો પણ વધી જાય છે. આ માટે તમે ડોક્ટર પાસેથી સલાહ લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરની બનેલી ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ