Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેશાબ વિશે 7 રોચક તથ્યો જાણો છો ?

પેશાબ વિશે 7 રોચક તથ્યો જાણો છો ?
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (14:59 IST)
આપણે દિવસમાં અનેકવાર વોશ રૂમ જઈએ છીએ. અનેકવાર કેટલાક કારણોથી આપણે આપણી પેશાબને અનેક કલાકો સુધી રોકી પણ રાખીએ છીએ. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે પેશાબ કંઈ કંઈ વસ્તુઓથી બની હોય છે. સ્વાસ્થ વિશે માહિતી આપે છે પેશાબનો રંગ. તમારી માહિતી માટે તમને બતાવી દઈએ કે પેશાબ, કિડની દ્વારા સ્ત્રાવિત એક તરલ અપશિષ્ટ ઉત્પાદ છે.    મૂત્રમાં યૂરિક એસિડ, સોડિયમ ક્લોરાઈડ, પાણી અને અન્ય વેસ્ટ મટીરિયલ રહેલા હોય છે.  અનેકવાર જોયુ છે કે તમે જે ખાવ છો તેનાથી પેશાબમાં ગંધ આવે છે.  મૂત્રમાં રહેલ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવોને કારણે પણ વાસ આવી શકે છે.  પેશાબના રંગ દ્વારા પણ તમે અનેક બીમારીઓ વિશે જાણી શકો છો.  જો પેશાબ પીળો  હોય તો વધુ ચિંતા કરવાની જરૂર નથી . પણ જો આ એક દિવસથી વધુ હોય તો સ્વાસ્થ્ય સમસ્યા થવા લાગશે.  આવી જ અનેક બીજી વાતો છે  પેશાબ વિશે જે તમે નહી જાણતા હોય.  પણ તમારે માટે જાણવુ જરૂરી છે. તો આવો જાણીએ યૂરીન મતલબ પેશાબ વિશે કેટલીક રોચક વાતો.  
 
Fact #1 ડીટેલમાં જવાને બદલે જો તમે જુઓ કે મૂત્રમાં જે મુખ્ય ઘટક હોય છે તે ક્રિયેટિન, યૂરિક એસિડ અને વેસ્ટ 
 
મટીરિયલ હોય છે જે લોહીમાંથી નીકળે છે. 
 
Fact #2 તમારુ મૂત્રાશય દર 2 કલાક સુધી લગભગ 2 કપ જેટલુ મૂત્ર સ્ટોર કરી શકે છે. જ્યારે દ્રવની માત્રા વધી જાય છે 
 
ત્યારે તેને રીલીજ કરવુ જરૂરી હોય છે. 
 
Fact #3 જો પેશાબની ગંધ એમોનિયા જેવી છે ત્યારે તમે ડીહાઈડ્રેટ છો. મતલબ તમારા શરીરમાં પાણીની કમી છે.  જો 
 
પેશાબમાંથી ગંધ આવે છે તો સમજો કે મૂત્રાશયમાં સંક્રમણ છે. 
 
Fact #4 એક વ્યક્તિ સરેરાશ ઓછામાં ઓછી 6 લીટર પેશાબ કરી શકે છે. એમા કોઈ શક નથી કે આ અન્ય કારણોના આધાર 
 
પર અલગ હોઈ શકે છે. 
 
Fact # 5 તમારા દ્વારા પીવાતા તરલ પદાર્થની માત્રા પર નિર્ધારિત છે કે તમારા મૂત્રાશયમાં 3-5 કલાક માટે કેટલુ પેશાબ એકત્ર કરી શકાય છે. 
 
Fact #6 મૂત્રાશય ભરાય જતા તમારા મગજને સિગ્નલ મળવુ શરૂ થાય છે ત્યારે તમે ઉઠીને વોશ રૂમ તરફ ભાગો છો. 
 
Fact #7 વય વધતા વધતા પેશાબ કરવાની ઈચ્છા પણ વધવા લાગે છે. આવુ એટલા માટે કે મહિલાઓમાં ઈસ્ટ્રોજન નામનુ હાર્મોન લેવલ નિમ્બ સ્તરે આવવા માંડે છે અને પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન લેવલ નિમ્બ સ્તરે આવવા માંડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Remedies - જો તમે પણ ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ