Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs ENG ટેસ્ટમાં ત્રિપલ સેંચુરી મારનાર કરુણ નાયર વિશે જાણો 10 રોચક તથ્યો

IND vs ENG ટેસ્ટમાં ત્રિપલ સેંચુરી મારનાર કરુણ નાયર વિશે જાણો 10 રોચક તથ્યો
, સોમવાર, 19 ડિસેમ્બર 2016 (15:47 IST)
કર્ણાટકના બેટ્સમેન કરુણ નાયરને શનિવારે મોહાલી ટેસ્ટ્માં ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ પદાર્પણ કરવાની તક મળી. નાયર માટે આ વર્ષ ખૂબ સારુ સાબિત થઈ રહ્યુ છે. આ વર્ષે તેમણે ઝિમ્બાબવે વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય વનડે ડેબ્યૂ પણ કર્યુ હતુ. 
 
મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે નાયરને ટેસ્ટ કૈપ પ્રદાન કરી. રણજી ટ્રોફી ફાઈનલમાં સર્વાધિક રનોનો દાવ રમવાનો રેકોર્ડ બનાવનારા કરુણ ધવન વિશે જાનો 10 રોચક વાતો. 
 
 
1. કરુણનો જન્મ 6 ડિસેમ્બર 1991ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. પણ તેઓ ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનુ પ્રતિનિધિત્વ કરે છે. 
2. આ જમણા હાથના બેટ્સમેને લિસ્ટ એ મેચોમાં ડેબ્યૂ 2012માં વિજય હજારે ટ્રોફી દ્વારા કર્યુ. 
3. કરુન માટે 2013-14 રણજી સત્ર ખૂબ સારુ રહ્યુ અને તેમણે  6 મેચોમાં 61.75ની સરેરાશથી 494 રન બનાવ્યા. તેમા ત્રણ સદીનો સમાવેશ હતો. તેમણે કર્ણાટકનુ રણજી ટ્રોફી ખિતાબનો 15 વર્ષના દુકાળનો અંત લાવ્યો. 
4. કરુણને 2012માં આઈપીએલમાં રોયલ ચેલેંજર્સ બેંગલોર સાથે કરાર કર્યો. જો કે તેમણે ફક્ત બે મેચ રમવા મળી. 
5. 2014 આઈપીએલમાં તેમણે રાજસ્થાન રૉયલ્સે અનુબંધિત કર્યો. તેમણે 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. તેમને 11 મેચોમાં 142.24 સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા. રાષ્ટ્રીય પટલ પર તેમની ચમક જોવા મળી. 
6. કરુણે 2014-15 રણજી સત્રમાં શાનદાર પ્રદર્શન કર્યુ. ફક્ત 1 સદી અને 1 ફિફ્ટી છતા તેમણે 47.26ની સરેરાશથી 700થી વધુ રન બનાવ્યા. 
7. નાયરે 2014-15 રણજી સત્રના ફાઈનલમાં રેકોર્ડ બનાવ્યો. તેમણે તમિલનાડુ વિરુદ્ધ 328 રનની રમત રમી અને રણજી ટ્રોફી ઈતિહાસમાં ફાઈનલમાં સૌથી વધુ રનની રમત રમનારા બેટ્સમેન બન્યા. તેમણે ગુલ મોહમ્મદનો 319 રનોનો 1946-47નો રેકોર્ડ તોડ્યો. 
8. નાયર પોતાના વિકાસનો શ્રેય રાહુલ દ્રવિડને આપે છે.  તેમના મુજબ તેઓ ભાગ્યશાળી રહ્યા કે તેમણે રાહુલ સર પાસેથી ક્રિકેટની બધી ઝીણવટો શીખવાને તક મળી. તેઓ અત્યાર સુધી 37 પ્રથમ શ્રેણી મેચોમાં 52.68ની સરેરાશથી 2845 રન બનાવી ચુક્યા છે. 
9. નાયર 2016ના આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સની તરફથી બીજા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રહ્યા. તેમને ત્રણ હાફ સેંચુરી લગાવી. 
10. નાયરે આ વર્ષે હરારેમાં ઝિમ્બાબવે વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય વનડે ડેબ્યૂ કરવાની તક મળી. તેમણે 11 જૂન 2016ના રોજ વનડે ડેબ્યૂ કર્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરુણ નાયરની ડબલ સેંચુરી - જે સચિન અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી બતાવ્યુ.