Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરુણ નાયરની ડબલ સેંચુરી - જે સચિન અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી બતાવ્યુ.

કરુણ નાયરની ડબલ સેંચુરી - જે સચિન અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી બતાવ્યુ.
, સોમવાર, 19 ડિસેમ્બર 2016 (15:16 IST)
જે સચિન તેન્દુલકર અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી બતાવ્યુ. 
છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા ત્રિપલ સેંચુરી લગાવી ચુક્યા છે 

શુ કોઈ બેટ્સમેને છઠ્ઠા કે તેનાથી નીચલા ક્રમ પર બેટિંગ કરતા ત્રિપલ સેંચુરી મારી શકે છે. દેખીતુ છે કે અનેક લોકો તેને અજૂબો માનશે.  પણ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં આ કારનામુ થઈ ચુક્યુ છે.  ભલે આંતરરારાષ્ટ્રીય ક્રિકેટમાં એકમાત્ર ત્રિપલ સેંચુરી જડનારા વીરેન્દ્ર સહેવાગ એકમાત્ર ભારતીય રહ્યા હોય તેમણે આ રેકોર્ડ ઓપનિંગ બેટ્સમેનના રૂપમા પોતાને નામે કર્યો હતો.  પણ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં કેટલાક આવા બેટ્સમેન પણ છે જે છઠ્ઠા અને સાતમા નંબર પર બેટિંગ કરતા પણ ત્રિપલ સેંચુરી મારી ચુક્યા છે. કરુણ નાયરને ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલ ટેસ્ટ શ્રેણીના ત્રીજી ટેસ્ટ મેચ માટે ઘાયલ કેએલ રાહુલના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 
 
કરુણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ ડબલ સેંચુરી મારી. જેની મદદથી ભારતનો સ્કોર 6 વિકેટ પર 621 પર પહોચી ચુક્યો છે. કરુણની આ રમતે સૌનુ ધ્યાન તેમની તરફ દોર્યુ છે. આવો જાણો કરુ ણ નાયર વિશે.. 
  આ એ જ કરુણ નાયર છે જેણે આ વર્ષે ઘરેલુ ક્રિકેટમાં રનનો અંબાર લગાવી દીધો હતો અને આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ તરફથી રમતા નજર આવ્યા હતા. નાયરે આ વર્ષે માર્ચમાં રમાયેલ રણજી ટ્રોફી ફાઈનલમાં કર્ણાટક તરફથી રમતા છઠ્ઠા નંબર પર બેટિંગ કરી અને 328 રન ઠોકી દીધા. છઠ્ઠા નંબર પર આવીને ત્રિપલ સેંચુરી મારવી કોઈપણ બેટ્સમેન માટે સહેલુ નથી હોતુ. 
 
ઉલ્લેખ્નીય છે કે જ્યારે નાયર બેટિંગ કરવા આવ્યા હતા તો ટીમે પોતાના પાંચ વિકેટ 84 રન પર જ ગુમાવી દીધા હતા. નાયરની આ ત્રિપલ સેંચુરીને કારણે જ કર્ણાટકે રણજી ટ્રોફી જીતી હતી. જે રીતે કરુણ ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન કરી રહ્યા છે તેને જોતા તેઓ ક્યારેય પણ ભારતીય ટીમ તરફથી રમતા નજર આવી શકે છે. આ પહેલા ભારતીય ઘરેલુ ક્રિકેટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા સર્વોચ્ચ સ્કોર વીરેન્દ્ર સહેવાગે વર્ષ 1999-2000માં ઉત્તર જોનની તરફથી રમતા દક્ષિણી જોન વિરુદ્ધ બનાવી હતી. નાયર ક્રિકેટ ઈતિહાસના બીજા બેટ્સમેન બની ગયા છે. જેમણે રણજી ટ્રોફીની ફાઈનલમાં ત્રિપલ સેંચુરી મારી છે. આ પહેલા વર્ષ 1946-47માં વડોદરાના બેટ્સમેન ગુલ મોહમ્મદે હોલકર વિરુદ્ધ 319 રનની રમત રમી હતી. બીજી બાજુ કર્ણાટક તરફથી બીજી ત્રિપલ સેંચુરી લગાવનારા બેટ્સમેન કુરન નાયર છે. તેમના પહેલા એલ રાહુલે વર્ષ 2015માં ઉત્તરપ્રદેશ વિરુદ્ધ 337 રન બનાવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી,દારૃ-હુક્કાબારના પ્રતિબંધને પગલે આ વખતે ન્યૂયરની પાર્ટીઓની રંગત ફિક્કી રહેશે