Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમે પણ પાણી ઓછુ પીવો છો તો સાવધાન, થઈ શકે છે પથરી, જાણી લો પથરીના દર્દીઓએ એક દિવસમાં કેટલુ પાણી પીવુ ?

kidney stone
, બુધવાર, 8 મે 2024 (11:09 IST)
kidney stone
ગરમી હોય કે શિયાળો પાણી આપણા હેલ્ધી શરીર માટે ખૂબ જરૂરી મિનરલ્સ છે. પાણી શરીરના ટોક્સિનને કાઢીને તેને ડિટોક્સ કરે છે. પાણીની કમીથી આપણી  બોડી ડિહાઈડ્રેટેડ થવા ઉપરાંત તમને કિડની સ્ટોન એટલે કે પથરી ની સમસ્યા પણ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે કિડની સ્ટોનની સમસ્યા વર્તમાન સમયમાં ઝડપથી વધતી જઈ રહી ચેહ અને અનેક લોકો તેના ભોગ બની રહ્યા છે. ખાસ કરીને આ ભેજવાળી ઋતુમાં પાણી ઓછુ પીવાથી કિડની સ્ટોનની પરેશાની ખૂબ વધુ ટ્રિગર કરે છે.  ચાલો આજે અમે આપને બતાવીએ કે ઓછુ પાણી પીવાથી કિડની સ્ટોન અને પથરીની સમસય કેમ થાય છે ?  કિડની સ્ટોન અને પથરીના દર્દીઓએ એક દિવસમાં કેટલુ પાણી પીવુ જોઈએ ?
 
ક્યારે થાય છે કિડની સ્ટોન ? (When does kidney stone occur?)
કિડની આપણી બોડી નો એક મહત્વપૂર્ણ અંગ છે. આ લોહીને ફિલ્ટર કરીને તેમા રહેલા સોડિયમ, કેલ્શિયમ અને અન્ય બીજા મિનરલ્સના બારીક કણોને મૂત્રનળી દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. પણ જ્યારે આ મિનરલ્સ આપણી બોડીમાં વધુ થઈ જાય છે તો કિડની તેને ફિલ્ટર નથી કરી શકતી અને આ તેમા જામવા માંડે છે અને પથરીનુ રૂપ લઈ લે છે. 
 
ઓછુ પાણી પીવાથી વધી શકે છે કિડની સ્ટોનની સમસ્યા  (Drinking less water can increase kidney stones:)
ગરમીની ઋતુમાં આપણા શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે. જેનાથી આપણી બોડી ડિહાઈડ્રેટેડ થઈ જાય છે અને બોડીમાં પાણીની કમી થવા માંડે છે. બોડીમાં પાણીની કમી થવા માંડે છે. ડિહાઈડ્રેશનની આ કંડીશનમાં કિડની સ્ટોનની સમસ્ય્હા ઝડપથી વધે છે. ઉલ્લેખનીય છે કે આ ઋતુમાં પાણી ઓછુ પીવથી બોડીમાં રહેલા સોલ્ટ અને મિનરલ્સ ક્રિસ્ટલમાં બદલાઈને સ્ટોનનુ રૂપ લેવા માંડે છે. 
 
એક દિવસમાં કેટલુ પાણી પીવુ ?  (How much water should you drink in a day?)
જે લોકોને કિડનીની પથરી છે કે જેમના પરિવારમાં પથરીનો ઈતિહાસ છે તેમણે આખો દિવસમાં ઓછામાં ઓછુ 2 લીટરથી 3 લીટર પાણી પીવુ જોઈએ. જો તમે ફિલ્ડ પર કામ કરો છો તો તમારે આનાથી પણ વધુ પાણી પીવુ જોઈએ. સાથે જ મીઠુ ઓછુ ખાવ. ચિકઅને અને માંસ ઓછુ ખાવ. પાણી વધુ પીવાથી કિડની આ મિનરલ્સને ફિલ્ટર કરે છે.  જેનાથી સ્ટોન યૂરિન દ્વારા બહાર નીકળી જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mother's Day Gifting: મધર્સ ડે પર તમારી માતાને ગિફ્ટમાં આપો આ બ્યુટી આઈટમ કરો તેણે તેમના બજેટમા કસ્ટમાઈઝ