Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમે પણ ભૂલી જાવ છો સમય પર દવા લેવાનુ, તો આ સ્માર્ટફોન કરશે તમારી મદદ

શુ તમે પણ ભૂલી જાવ છો સમય પર દવા લેવાનુ, તો આ સ્માર્ટફોન કરશે તમારી મદદ
, મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (13:12 IST)
સ્વાસ્થ્ય ખરાબ થવા બદલ અનેકવાર સ્માર્ટફોનએ જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ દિલના દર્દીઓ પર આ ડિવાઈસનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. શોઘકર્તાઓએ જોયુ છે કે આ એક સાધારણ એપ ચોક્કસ સમય માટે આ રોગીઓને પોતાની દવા લેવામાં મદદ કરવાની એક પ્રભાવી રીત હોઈ શકે છે. જેનાથી સમય પહેલા મોતના સંકટને ઓછી કરી શકાય છે. 
 
એક વાર હાર્ટ એટેક આવ્યા પછી દર્દીઓને ફરીથી તેને રોકવા માટે દવાઓ આપવામાં આવે છે. જો કે હોસ્પિટલમાંથી રજા પછી પ્રથમ 30 દિવસમાં ચારમાંથી એક દર્દી ઓછામાં ઓછી એક દવાને લેવાનુ બંધ કરી દે છે. 
 
જેના લીધે સમસ્યા થાય છે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા અને સમય પહેલા મોતનો ખતરો વધી શકે છે.  વર્તમનામાં તેના પાલનમાં સુધાર માટે કોઈ સર્ળ અને પ્રભાવી રણનીતિ નથી. 
 
બ્યુનસ આર્યર્સમાં આયોજીત 45મી અર્જેંટીના કોંગ્રેસ ઓફ કાર્ડિયોલૉજીમાં કરવામાં આવેલ અભ્યાસથી જાણ થઈ છે કે સ્માર્ટફોન એપ રિમાઈંડરનો ઉપયોગ કરનારા હ્રદય રોગીઓને લેખિત આદેશ પ્રાપ્ત કરનારા રોગીઓની તુલનામાં તેમની દવા લેવાની વધુ શક્યતા હોય છે.  બ્યુનસ આયર્સના કાર્ડિયોવોરકુલર ઈંસ્ટીટ્યુટના લેખક ક્રિસ્ટિયન એમ. ગાર્મેડિયાએ કહ્યુ, 'અમે અનુમાન લગાવ્યુ છે કે એપથી તેનુ પાલન 30 ટકા વધશે પણ પ્રભાવ તેનાથી પણ અનેકગણો વધુ રહ્યો.'
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Step to Step ઘરે ફેશિયલ કરવાના 5 સરળ સ્ટેપ