Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રડવાના પણ ઘણા ફાયદા છે...? આ છે ચોંકાવનારા તથ્ય

રડવાના પણ ઘણા ફાયદા છે...?  આ છે ચોંકાવનારા તથ્ય
, મંગળવાર, 23 મે 2017 (15:15 IST)
હમેશા તમે ખડખડાટ  હંસવાના હજાર ફાયદા સાંભળ્યા હશે . પણ રડવાના નામ પર બધા કહે છે કે રડવું એ નબળાઈની નિશાની છે.  પરંતુ અનેક શોધ પછી એ  સિદ્ધ થયું છે કે રડવું એ આપણા   માનસિક આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. 
 
webdunia
શોધ મુજબ, રડવાથી ભાવનાત્મક સંતુલન કાયમ રહે છે. જેમ કે ખુશીના સમયે હસવુ  આવે છે , તેમજ મુશ્કેલીના સમયે રડવું પણ સ્વભાવિક ક્રિયા છે. 
webdunia
રડવાથી તનાવ પોતે છૂમંતર થઈ જાય છે. સાથે જ તનાવના કારણે અમારા શરીરમાં જામેલું ટોક્સિન રડ્યા પછી પોત-પોતે જ ધુલી જાય છે. 
webdunia
રડવાથી આપણી આંખોની સફાઈ થાય છે. આંખોમાં લાંબા સમયથી જામેલી ધૂળ અને પીપળા આપમેળે જ ધોવાય જાય છે. 
webdunia
આંસુઓથી આંખોની નમી કાયમ રહે છે. આંસુઓમાં લાઈજોજાઈમ એંજાઈમ હોય છે,  જે આંખોના 90-95 ટકા કીટાણુઓને નષ્ટ કરે છે. 

 
રડ્યા પછી ફીલ ગુડ હાર્મોંસના સ્ત્રાવથી મૂડ ઠીક થઈ જાય છે. 
webdunia
રડવાનો સૌથી મોટો ફાયદો  છે કે આપણી અંદર ખરાબ સમયનો  સામના કરવાની તાકત આવે છે. આથી ટેંશન કે પરેશાનીમાં ગુમસુમ રહેવાને બદલે સારુ રહેશે કે થોડુ રડી લો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty of Girls - 20ની વય પછી યુવતીઓની બૉડીમાં આવે છે આવા ફેરફાર, આ વાતોનુ રાખો ધ્યાન