Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

Dehydration Symptoms
, શનિવાર, 21 ડિસેમ્બર 2024 (09:33 IST)
Dehydration Symptoms દરેક ઋતુમાં લોકોની ખાવા પીવાની આદતો બદલાતી રહે છે. શિયાળો આવતા જ લોકો ગરમ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દે છે. તેઓ વધુ ચા અને કોફી પીવા માંડે છે અને પાણી ઓછું પીવે છે. ઠંડીના કારણે તરસ પણ ઓછી લાગે છે. આ જ કારણ છે કે લોકો તેમના લિક્વિડ ડાયટ પર ધ્યાન નથી આપતા. શિયાળામાં તમને ઓછી તરસ લાગે છે એનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી. શિયાળામાં પણ શરીરને પાણીની એટલી જ જરૂર હોય છે. ઓછું પાણી પીવાથી તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. જો તમે ઓછું પાણી પીતા હોવ તો શરીરમાં આ લક્ષણો જોવા મળે છે.
 
ઓછું પાણી પીવાથી દેખાય છે આ લક્ષણો 
માથાનો દુખાવો- જો તમને સતત માથામાં ભારેપણું કે દુખાવો થતો રહે તો સમજવું કે તમે પાણી ઓછું પી રહ્યા છો. શરીરમાં પાણીની ઉણપને કારણે સતત માથાનો દુખાવો રહે છે. શરીરમાં પાણી ઓછું થવાથી મગજના કોષો સંકોચવા લાગે છે. ઈન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, શરીરમાં પાણીની ઉણપ વિચારવાની અને સમજવાની ક્ષમતાને પણ અસર કરે છે.
 
શુષ્ક ત્વચા: શિયાળામાં ઓછું પાણી પીવાનું બીજું લક્ષણ છે ત્વચામાં શુષ્કતા વધી જવી. જો કે શિયાળામાં ત્વચાનું શુષ્ક થવું સામાન્ય બાબત છે, પરંતુ જો તે વધુ વખત થતું હોય અને ત્વચા પર પોપડો બની રહ્યો હોય તો તેનું કારણ પાણીની ઉણપ હોઈ શકે છે. જે લોકો લાંબા સમય સુધી ઓછું પાણી પીવે છે તેમની ત્વચા શુષ્ક થઈ શકે છે. શિયાળામાં આ સમસ્યા વધુ વધી જાય છે.
 
પેશાબ ખૂબ પીળો - જો પેશાબનો રંગ ખૂબ પીળો હોય. પેશાબ ઓછો આવે છે. જો પેશાબ કર્યા પછી બળતરા થતી હોય તો સમજવું કે શરીરમાં પાણીની ઉણપ છે. ઓછું પાણી પીવાથી પેશાબ પર તરત અસર થાય છે. શરીરમાં પાણીની ઉણપને કારણે પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો પેશાબનો રંગ ઘાટો પીળો હોય, તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે તમે ઓછું પાણી પી રહ્યા છો.
 
શુષ્ક મોં- જો તમારા હોઠ વધુ પડતા ફાટી રહ્યા હોય. જો તમે વારંવાર શુષ્ક અનુભવો છો અથવા તમારું ગળું સુકાઈ રહ્યું છે તો પાણીની કમી છે. જો તમને મોઢામાં શુષ્કતાનો અનુભવ થાય તો સમજી લો કે શરીરમાં પાણીની ઉણપ છે. શુષ્ક મોંનો અર્થ એ છે કે લાળ ગ્રંથિ પાણીના અભાવને કારણે યોગ્ય માત્રામાં લાળ ઉત્પન્ન કરતી નથી. જો આવા લક્ષણો દેખાય તો વધુ પાણી પીવાનું શરૂ કરો.
 
હૃદયમાં ભારેપણુંઃ- લાંબા સમય સુધી શરીરમાં પાણીની કમી થવાથી લોહીની માત્રા પર પણ અસર થાય છે. આવી સ્થિતિમાં, હૃદયને લોહી પહોંચાડવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે હૃદય પર દબાણ આવે છે અને ભારેપણું અનુભવાય છે. ક્યારેક ચાલતી વખતે હૃદયના ધબકારા વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું