Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબીટીસના દર્દીઓ માટે લાભકારી છે ગ્રીન ટી .

ડાયાબીટીસના દર્દીઓ માટે લાભકારી છે ગ્રીન ટી .
, શનિવાર, 21 એપ્રિલ 2018 (09:52 IST)
ડાયાબીટિસ મતલબ શુગર આ એક ખૂબ જ ખતરનાક બીમારી છે. એવુ કહેવાય છે કે ડાયાબિટીસ બધી બીમારીઓની જડ છે. જો એકવાર ડાયાબિટીસ કોઈને થઈ ગઈ તો જીવનભર તે તેને ઘેરી રાખે છે. આવા રોગીઓ માટે ગ્રીન ટી ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. તેમા એંટીઓક્સ્ટીડેંટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. 
 
1. બ્લડ શુગર - ગ્રીન ટી શરીરમાં ગ્લુકોઝની માત્રા સંયમ રાખે છે. આ ઉપરાંત ગ્રીન ટી ઈંસુલિન દવાના હાનિકારક પ્રભાવોને પણ ઓછા કરવામાં ખૂબ મદદરૂપ છે.  
 
2. હાઈપરટેંશન - એક શોધ મુજબ ગ્રીન ટી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર છે. ગ્રીન ટી પીવાથી લોહીની ધમનીઓને આરામ મળે છે. જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થઈ જાય છે. 
 
3. કિડની - ડાયાબીટીસના દર્દીઓમાં કિડનીની સમસ્યા વધુ સાંભળવા મળે છે. આવામાં ગ્રીન ટી પીવી ખૂબ લાભકારી સાબિત થાય છે. કારણ કે એક શોધમાં જોવા મળ્યુ છે કે ગ્રીન ટી માં પૉલીફેનૉલ્સ પ્રચુર માત્રામાં જોવા મળે છે.  જે એંટી-ઓક્સ્ટીડેંટ અને એંટી ફ્લેમેટરીનુ કામ કરે છે.  આ સેલ્સ એલિબ્નમને યૂરીનમાં બદલતા રોકે છે. 
 
4. જાડાપણું - જાડાપણું ડાયાબીટિસ માટે મુખ્યરૂપે જવાબદાર છે. ગ્રીન ટી ચયાપચયને વધારી દે છે અને તેનો એંટી-ઓબેસિટી પ્રભાવ પડે છે.  ગ્રીન ટી ફૈટી એસિડ અને ટ્રાઈગ્લિસરાઈડનુ સ્તર ઓછુ કરી જાડાપણાને નિયંત્રણમાં રાખે છે. 
 
5. સ્ટ્રેસ - ગ્રીન ટીમાં રહેલ પોલીફેનોલ હોય છે જેનુ એંટી-ડાયાબિટિક પ્રભાવ પડે છે અને ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઓછી કરવામાં મદદ કરે છે. 
 
ધ્યાન રાખો આ વાત 
 
ગ્રીન ટીમાં કૈફેની માત્રા ખૂબ વધુ જોવા મળે છે. જેને કારણે તેનુ વધુ સેવન કરવાથી ફાયદાને બદલે નુકશાન પણ થઈ શકે છે. કોશિશ કરો કે ટી યોગ્ય માત્રામાં જ લો જેથી તમને તેનો લાભ મળી શકે અને તમે ઓવરિયન કૈંસર, હેપેટાઈટિસ અને અન્ય શારીરિક સમસ્યાઓના સંકટથી બચી શકો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માટલાના પાણી ફાયદા અને ફ્રીજના પાણીના ગેરફાયદા જરૂર જાણો