Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Chocolate Day - ચૉકલેટ ખાવાના હોય છે, આ 7 ચમત્કારિક ફાયદા

Happy Chocolate Day - ચૉકલેટ ખાવાના હોય છે, આ 7 ચમત્કારિક  ફાયદા
, શનિવાર, 9 ફેબ્રુઆરી 2019 (00:51 IST)
ચૉકલેટના દીવાનાની કોઈ કમી નથી..  હવે તો ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ મળેછે. તમે ઘણી વાર ઈચ્છો તોય પણ ખુદને રોકી નહી શકો છો અને રોકશો પણ નહી કારણકે અમે તમને જણાવી રહ્યા છીએ ચૉકલેટના એવા જ ચમત્કારિક 7 ફાયદા, જેને જાણીને તમે ખુદને પણ ચૉકલેટ ખાવાથી રોકો નહી ...  
1. તનાવ અને ડિપ્રેશન -  જી હા, જો તમે કોઈ પ્રકારના તનાવમાં છે, તો ચૉકલેટ તમારો એ સાથી છે, જે વગર કઈક કહે અને સાંભળે જ તનાવ ઓછો કરી શકે છે. તમે પણ જ્યારે તનાવ કે ડિપ્રેશનમાં રહો તો ચૉકલેટ ખાવાનું ન ભૂલશો. તેથી તમે રિલેક્શ અનુભવ કરશો.. 
2. ત્વચા માટે- ચૉકલેટ એંટી ઓક્સીડેંટસથી ભરપૂર હોય છે, જે વૃદ્ધત્વના લક્ષણો અને કરચલીઓને ઘટાડે છે. તેનાથી ત્વચા  ફ્રેશ દેખાય છે. તેના ગુણોના કારણે આજકાલ, ચોકલેટ બાથ, ચોકલેટ ફેશિયલ પેક્સ અને મીક્સનો ઉપયોગ  કરવામાં આવે છે..

3. જ્યારે હોય બ્લડ પ્રેશર- જે લોકોને લો બ્લ્ડપ્રેશરની સમસ્યા છે, તેના માટે ચૉકલેટ ખૂબ લાભકારી છે. બ્લ્ડપ્રેશર ઓછું થવાની સ્થિતિમાં ચૉકલેટ તરત રાહત આપે છે. તેથી હમેશા તેમણે પોતાની પાસે ચૉકલેટ જરૂર રાખવી. 
webdunia
. કોલેસ્ટ્રોલ- શરીરમાં રહેલ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ચૉકલેટ ખૂબ લાભકારી છે. આ એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરી જાડાપણું અને તેના કારણે થતા બીજા રોગોને પણ નિયંત્રિત કરવામાં સહાયક છે.

5. મગજ રહે સ્વસ્થ- એક શોધ પ્રમાણે દરરોજ બે કપ હૉટ ચૉકલેટ ડ્રિંક પીવાથી મગજ સ્વસ્થ રહે છે અને યાદશક્તિ નબળી નથી રહેતી.  ચૉકલેટથી મગજમાં રક્તપ્રવાહ સારો રહે છે. 
webdunia
6. હૃદય રોગ- એક શોધ પ્રમાણે ચૉકલેટ ડ્રિંકનું સેવન હૃદય રોગની શકયતાને 30 ટકા જેટલી ઘટાડી દે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 
 
7. એથિરોસ્ક્લેરોસિસ- એથિરોસ્ક્લેરોસિસ એક પ્રકારનો રોગ છે. જેને કારણે ધમનીઓ અવરોધિત થાય છે. આવી સ્થિતિમાં, ચોકલેટ અત્યંત ફાયદાકારક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? ભાત અને રોટલીમાંથી શુ ખાવુ ?