Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હળદર અને આદુંના ફાયદા

હળદર અને આદુંના ફાયદા
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (15:00 IST)
હળદર અને આદુંના ફાયદા 
 
ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
ફાયદાકરી છે હળદર-આદું વાળી ચા 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. 
 
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 

 
ઘણા રોગોની એક દવા છે આદું 
webdunia
આદું  માત્ર આદુંની ચાનો સ્વાદ જ નથી વધારતું પણ એના ઘણા ઔષધીય ફાયદા પણ છે. આ વિટામિન A,C,E અને  B કોમ્પલેક્સનું એક સારું સ્ત્રોત છે. આ ઉપરાંત  એમાં મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, ઝિંક કેલ્શિયમ અને બીટા કેરોટીન પર્યાપ્ત માત્રામાં રહેલુ છે. 
 
હળદર બળતરારોધી, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલથી ભરપૂર હોય છે. ચામાં આદુંનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારી હોય છે.

આગળ આદુંની ચા ના કેટલાક ફાયદા 
webdunia
1. એનાથી બ્લ્ડ સર્કુલેશન વધે છે. 
2. આ દુ:ખાવામાં રાહત આપવામાં કારગર હોય છે. 
3. એનાથી પીરિયડના સમયે થતી પરેશાનીમાં પણ રાહત મળે છે. 
4. આ રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદગાર છે. 
5. આ શ્વાસ સંબંધી રોગમાં પણ અસરકારક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ તેલમાં છિપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ