Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો હું વડાપ્રધાન હોઉં... તો!

જો હું વડાપ્રધાન હોઉં... તો!
, શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (17:35 IST)
1. ભૂમિકા 2. વડાપ્રધાનનાં કર્તવ્યો બાબતની મારી જાણકારી 3. વડાપ્રધાન બનવા હું શું કરીશ? 4. વડાપ્રધાન થયા પછી હું શું કરીશ?  5.ઉપસંહાર
કહેવામાં આવ્યુ છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના- એ ન્યાયે પ્રત્યેકનું જીવનધ્યેય એક હોતું નથી; હોઈ શકે પણ નહિ. તે પસંદગી તો અવલંબે છે પસંદ કરનારના વય, જ્ઞાન, સ્વભાવ બુદ્ધિ અને સંયોગો પર! કોઈ ઈચ્છે છે વૈજ્ઞાનિક કે કવિ થવા, તો કોઈ ઈચ્છે કે હું ડાક્ટર કે પત્રકાર હોઉં .. તો? મન હોય તો માળવે જવાય. માનવમાત્રમાં કઈક બનવાની મહત્વાકાંક્ષા તો હોય છે. મારે નથી થવું વિમાની કે સૈનિક! પરંતુ લોકકલ્યાણના ઝંડો ફરકાવનાર આદર્શ પ્રધાનમંત્રીની મારી કલ્પનાથી તમને હસવું આવશે. એ ખૂબ સાચી હકીકત છે કે પ્રધાનમંત્રી થવું આજના જમાનામાં કપરું કામ છે. પ્રધાનમંત્રી થવા માટે તો જોઈએ- અસાધારણ પ્રતિભા, જ્ઞાન, લોકસેવા અને લોકપ્રિયતા. 
 
ભારત લોકશાહી દેશ છે. વડાપ્રધાન બનવાની મારી કલ્પના થાય તો મારે સૌ પ્રથમ મારા સાથીદારોને વિશ્વાસમાં લેવા જોઈએ.  તેમનામાં શિસ્ત, સંઘભાવના તથા સહકાર ઉત્પન્ન કરવા જોઈએ. સંપ, પ્રમાણિકતા, નીડરતા, ખેલ દિલી જેવા ઉમદા ગુણો મારા સાથીઓમાં ઉત્પન્ન કરવા જોઈએ. સારાયે દેશમાં શાંતિ સુદ્ધાં -આમ જનતાથી વિમુખ બનતા જાય છે. ચૂંટણીના સમયે પ્રજાને આપેલા વચનો ભૂલી જાય છે અને ચૂંટાયા પછી પોતાની દુનિયામાં મસ્ત રહે છે. ઉદઘાટનોને ભાષણમાંથી ઉંચા આવતા નથી. 
 
બેકારી અને ગરીબીની વિશ્વવ્યાપી સમસ્યા આજે દેશને પતનનો માર્ગ તરફ ધકેલી રહી છે. પ્રધાનમંત્રી બન્યા પછી મારું પ્રથમ કર્તવ્ય આવી સમસ્યાઓને હલ કરવા પાછળનું હશે. જો હું વડાપ્રધાઅ બનીશ તો સંરક્ષણને સૌથી વધુ મહત્વ આપીશ. રૂપિયાનું અવમૂલ્યન, વિદેશી હૂંડિયામણની તંગી, દાણચોરીએ, નફાખિરી, કાળું નાણુ વગેરે કેટલીક સમસ્યાઓએ દેશના અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાખ્યુ છે. જો હિં પ્રધાનમંત્રી થઈશ તો દેશમાં વધુ ઉત્પાદન થયા અને ખેતી તથા ઉદ્યોગમાં ભારે ઉત્પાદન થાય એવા પ્રયત્નો કરીશ. વિદેશા માલનો બહિષ્કાર સ્વદેશી માલની ઝુંબેશ દ્વારા હું દેશના અર્થતંત્રને ઉંચુ લાવીશ. મારી વિદેશનીતિ વિશ્વબંધુત્વ તથા वसुधैव कुटुम्बकम ના સિદ્ધાંત પર આધારિત હશે. 
 
જો હું વડાપ્રધાન બનીશ તો હું મારું વ્યક્તિગત જીવન સાદું રાખીશ. આમ જનતાની ફરિયાદો સાંભળીશ. દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ, રેલસંકટ જેવી કુદરતી આફતોના સમયે વડાપ્રધાનના ફંડમાંઠી મોટી રકમ દાનમાં આપીશ. દેશનો કાયાકલ્પ કરીશ અને દેશમાંથી ગરીબ, બેકારી, મોંઘવારી, ભૂખમરો,અન્યાય, ભ્રષ્ટાચાર દૂર કરવા ખૂબ પ્રયત્ન કરીશ. શિક્ષણ ક્ષેત્રમાં, ક્રાંતિકારી ફેરફારો લાવીશ. મારામાં શ્વાસ હશે ત્યાં સુધી ભારતનું સાર્વભૌમત્વ અખંડિત રહેશે. દેશમાં 'રામરાજ્ય' સ્થપાય તેવા પ્રયત્નો કરીશ. 
 
હમણાં તો આ એક કલ્પના છે. મારી વાસ્તવિક સ્થિતિનો વિચાર કરું છું ત્યારે મને મારી કલ્પના પર હસવું આવે છે. પરંતુ સ્વતંત્ર ભારતવાસી પોતાના સ્વપનોને સાકાર કરવા માટે પૂરો સ્વતંત્ર નથી શું? કોઈએ સાચું જ કહ્યુ છે કે Child is the father of Nation 
 
અંતમાં ઈશ્વરે મને પાર બુદ્ધુ અને અનંત શક્તિ તો આપ્યા જ છે. સાથે સાથે મને મિલનસાર સ્વભાવ દ્ર્ઢ નિર્ણશક્તિ અને અનોખું વ્યક્તિત્વ પણ આપેલા જ છે. મારે એનો સદુપયોગ કરવાનો છે અને મારામાં રહેલા ગુણોનો સદુપયોગ સેવા માટે કરવાનો છે. એટલું જ નહિ આ પંક્તિમાં દર્શાવ્યા પ્રમાણે મારા જીવનને નવલો ઘાટ પ ણ અપાવાનો છે. 
 
ચહુ થાવા હુંયે મધુર ખીલતું પુષ્પ નવલું 
પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરૂનું.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

40ની ઉમ્રમાં જાણવી રાખવું છે ચેહરાનો નિખાર, તો લગાવો આ ફેસ પેક