Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવાનોનું કર્તવ્ય / યૌવનને થયું છે શું!!

યુવાનોનું કર્તવ્ય / યૌવનને થયું છે શું!!
, શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (00:02 IST)
મુદ્દા1. યૌવન નાવ જેવું 2. સાહસવૃતિ . 3.આદર્શ ઘેલછા 4. ઉચ્ચ ભાવના 5. અપાર શક્તિ  6.મોંઘામોલૂં રતન . 7.  સુકાન તથા સુકાનીની જરૂર
યૌવન નાવ જેવું છે સાગર સફરની સર્વ સામગ્રી તેમાં ભરેલી છે. યૌવન રૂપી નાવની બાંધણી મજબૂત છે. એના સઢ અને દોરડા ધીંગા છે. વિરાટકાય મોજા અને પ્રચંડ પવનસૂસવાટાનો સામનો કરી શકે તેમ છેૢ માત્ર તતે સુકાન નથી. આથી ભવસાગરમાં તે અટવાઈ જાય ચક્રાવે ચડી જાય એબી પૂરેપૂરી શકયતા છે. યૌવન પાસે મહત્વકાંક્ષા છે. તે આકાશને આંબવા માંગે છે. તે પાતાળમાં સોંસરવું ઉતરી જવા માંગે છે. તેને અવનવી સિદ્ધિઓ મેળવવી છે. જીવનસાગરના વિસ્તરને તે વટાવી જવા માંગે છે. તેના લક્ષ્યો ઉંચા છે અને લક્ષ્યવેધ કર્યા વિના તેને જંપ વળે તેમ નથી. 
 
યૌવન એટલે સાહસિકતાનો ભંડાર! એની સાહસવૃતિ સલામતીના વિચારથી ડહોળાઈ ગઈ નથી. તે દુ:ખ અને વ્યથાથી ડરતું નથી અને પરાજયને ઓળખવું નથી "યા હોમ કરીને પડો" અને Come what may! એ એના જીવનમંત્રો છે. યૌવન નીડર છે. લોકિક કે અલોકિક કોઈ ભય તેને ડારી શકે એમ નથી. 
 
યૌવન એટલે આદર્શઘેલછા! આદર્શ એ જ તેને મન જીવનસર્વસ્વ છે. એ આદર્શોની સિદ્ધિ એ જ એનું જીવનકર્તવ્ય છે. માટે જ તે જીવનની વાસ્તવિકતાઓને  તુચ્છકારે છે. યૌવન એટલે ઉચ્ચ ભાવના! યુવાનનું હૃદય લાગણી અને ભાવનાના રંગે રંગાયેલું હોય છે. લાગણીના આવેશમાં તે ખેંચાય છે. દેશ,સગા, મિત્રો વગેરે માટે ગમે તેવા બલિદાનો આપવો તે તૈયાર થઈ જાય છે. તેના હૃદયમાં સ્વાર્થ, કપટ વગેરેને સ્થાન નથી. 
 
યૌવન પાસે છે અપાર શક્તિ! એની એ અમોધ શક્તિમાંથી નિરંતર આનંદ, ઉલ્લાસ અને તરવરાટ ટપક્યા કરે છે. આ શક્તિને લીધે જ તે જીવનના ઝંઝાવાતો સામ્મે ટક્ક્ર ઝીલી શકે તેમ છે. ગમે તેવા કડક રાજતંત્રના પાયા તે હચમચાવી શકે તેમ છે. ક્રાંતિનો પયગામ લઈને તે ઘૂમે છે અને એને સિદ્ધ કરીને જ તે જંપે છે. 
 
યૌવન પાસે આ બધુ છે માટે તો તે રાષ્ટ્રનું મોંઘામૂલૂં રત્ન છે. આંધીમાં અટવાતા પોતાના દેશ સમક્ષ તે ક્રાંતિની મશાલ ઘરે છે. અત્યાર સુધી દુનિયામાં જે જે ક્રાંતિઓ થઈ તે સૌમા સ્વભાવ બળે કરીને યુવાનો જ મોખરે રહ્યા છે. 
 
યૌવન પાસે આટલું બધું છે, પરંતુ સુકાન નથી અને તેથી રાષ્ટ્રનુ યુવાધન જ્યારે તોફાને ચડે છે, ભાંગફોડની પ્રવઋતિ તરફ વળે છે, ક્રાંતિને જોકમાવે છે ત્યારે ડાહ્યા વિચારકો તર્કવિતર્ક કેર છે કે-  યૌવનને થયું છે શું? શક્તિનો ધોધ વહેવા માંડયો છે. હવે એને સુકાન એટલે સંયમ સાથે સારાસાર પારખવાની વિવેકબુદ્ધિ! યૌવનનો ઉત્સાહ, આનંદ, તરવરાટ બધુ જ આવકાર્ય છે ; પરંતુ એ સર્વેને યોગ્ય માર્ગે વાળનાર સુકાન તો હોવું જ જોઈએ. એ ન હોય તો તેની ભાવનાઓ કચડાઈ જાય. નાવને માત્ર સુકાન હોય એ પૂરતું નથી, સુકાની પણ હોવો જોઈએ. તેવી જ રીતે યૌવનને સારો નેતા સારો માર્ગેદર્શક મળવો જોઈએ. કેટલીક વાર યુવાનોની પ્રવૃતિઓ નિષ્ફળ નીવડે છે કારણ કે તેમને સાચો માર્ગદર્શક હોતો નથી. સાચો માર્ગદર્શક યુવાનોની શક્તિને યોગ્ય માર્ગે વાળે છે અને તેમના દ્વારા ચમત્કારિક સિદ્ધિઓ મેળવે છે. 
 
યૌવન પાસે બધું છે; સુકાન તથા સુકાની મળતાં એ સર્વ પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદક - ગણેશજીને પ્રિય મોદક ઘરે જ બનાવો