Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી નિબંધ - ચંદ્રશેખર આઝાદ

ગુજરાતી નિબંધ - ચંદ્રશેખર આઝાદ
, ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (10:35 IST)
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતાનુ નામ જગદની દેવી હતુ. તેમના પિતા ઈમાનદાર, સ્વાભિમાની, સાહસી અને વચનના પાક્કા હતા. આ ગુણ ચંદ્રશેખરાને પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યો હતો.  
 
ચંદ્રશેખર આઝાદ 14 વર્ષની આયુમાં બનારસ ગયા અને ત્યા એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો.  ત્યા તેમણે કાયદાભંગ આંદોલનમાં યોગદન આપ્યુ હતુ. 1920-21ના વર્ષમાં તેઓ ગાંધીજીના અસહયોગ આંદોલન સાથે જોડાયા. તેઓ  ધરપકડ થયા અને જજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા.  જ્યા તેમને પોતાનુ નામ આઝાદ, પિતાનુ નામ સ્વતંત્રતા અને જેલ ને રહેઠાણ બતાવ્યુ. 
 
તેમણે 15 કોડાની સજા આપવામાં% આવી  દરેક કોડા સાથે તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધીની જય નો સ્વર બુલંદ કર્યો. ત્યારબાદ તેઓ સાર્વજનિક રૂપથી આઝાદ કહેવાયા. ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદનુ જન્મસ્થાન ભાબરા હવે આઝાદનગરના રૂપમાં ઓળખવામાં આવે છે. 
 
જ્યારે ક્રાતિકારી આંદોલન ઉગ્ર થયુ ત્યારે આઝાદ એ તરફ ખેંચાયા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ આર્મી સાથે જોડાયા. રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરી ષડયંત્ર (1925)માં સક્રિયા ભાગ લીધો અને પોલીસને આંખોમાં ઘૂળ નાખીને ફરાર થઈ ગયા. 
 
17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધીક્ષકની ઓફિસને ધેરી લીધી અને જેવા જે.પી. સાર્ડર્સ પોતાના અંગરક્ષક સાથે મોટર સાઈકલ પર બેસીની નીકળ્યા તો રાજગુરૂએ પહેલી ગોળી મારી. જે સાંડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા. પછી ભગત સિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા.   જ્યારે સાંડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખર આઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો. 
 
એટલુ જ નહી લાહોરમાં અનેક સ્થાન પર પોસ્ટર ચિપકાવી દીધા. જેના પર લખ્યુ હતુ - લાલા લજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. તેમના આ પગલાનુ સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યુ. 
 
અલફ્રેંડ પાર્ક ઈલાહાબાદમાં 1931માં તેણે રૂસની બૉલ્શેવિક ક્રાંતિની તર્જ પર સમાજવાદી ક્રાંતિનુ આહ્વાન કર્યુ.  તેમણે સંકલ્પ કર્યો હતો કે તેઓ ન ક્યારેય પકડાશે અને ન બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે. 
આ સંકલ્પને પૂરો કરવા માટે તેમણે 27 ફેબ્રુઆરી 1931 ના રોજ આ પાર્કમાં ખુદને ગોળી મારીને માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેવી રીતે કરશો બોર્ડની પરીક્ષાની તૈયારી