Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નું અણમોલ જીવન ચરિત્ર

shivaji maharaj
, બુધવાર, 27 માર્ચ 2024 (11:17 IST)
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા.  ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા. 
 
જેવા જ શિવાજીએ પુરંદર અને તોરણ જેવા કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યુ. એમ જ તેમના નામ અને કર્મની સમગ્ર દક્ષિણમાં ધૂમ મચી ગઈ. આ સમાચાર આગની જેમ ફેલાય ગયા અને દિલ્હી સુધી જઈ પહોંચ્યા. અત્યાચારી પ્રકારના તુર્ક, યવન અને તેમના સહાયક બધા શાસક તેમનુ નામ સાંભળીને જ ભયના માર્યા 
ચિંતામાં પડી જતા હતા.
 
છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવારના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.
 
એકવાર શિવાજીના એક વીર સેનાપતિએ એક કયાણ જીલ્લો જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથમાં અન્ય વસ્તુઓ પણ આવી.
એક સૈનિકે મુગલ કિલેદારની પરમ સુંદર વહુને તેમની સમક્ષ રજૂ કરી. તે સેનાપતિ એ નવયૌવનાના સૌદર્ય પર મુગ્ધ થઈ ગયા અને તેણે શિવાજી માટે ભેટ રૂપે તે સ્ત્રીને રજૂ કરવાનું નક્કી કર્યુ. એ સુંદરીને એક પાલકીમાં બેસાડીને તેઓ શિવાજી પાસે પહોંચ્યા.
 
શિવાજી એ સમયે પોતાના સેનાપતિઓ સાથે શાસન વ્યવસ્થાના સંબંધમાં વાતચીત કરી રહ્યા હતા.
 
એ સેનાપતિએ શિવાજીને પ્રણામ કર્યા અને કહ્યુ કે તેઓ કલ્યાણમાંથી મળેલી એક સુંદર વસ્તુ તેમને ભેટ રૂપે આપવા માંગે છે. આવુ કહીને તેમણે એક પાલકી તરફ ઈશારો કર્યો.
 
શિવાજીએ જેવુ પાલકીનો પડદો ઉઠાવ્યો તો જોયુ કે તેમા એક સુંદર મુગલ નવયૌવના બેસેલ છે.
 
તેમનુ મસ્તક લાજથી નમી ગયુ અને તેમના મોઢેથી એકાએક એ શબ્દો નીકળી પડ્યા.. 'કાશ. મારી માતા પણ આટલી સુંદર હોત તો હુ પણ આટલો જ સુંદર જન્મ્યો હોત.'
 
ત્યારબાદ પોતાના સેનાપતિને વઢતા શિવાજીએ કહ્યુ, - 'તમે મારી સાથે રહીને પણ મારા સ્વભાવને ન જાણી શક્યા ? શિવાજી બીજાની પુત્રીઓ અને વહુ ને માતાની નજરે જુએ છે. હમણા જ જાવ અને સસન્માન તેમને તેના ઘરે પહોંચાડીને આવો.
 
સેનાપતિને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ક્યા તો એ પોતાને ઈનામ મળશે એવુ વિચારતો હતો અને મળ્યો માત્ર ફટકો. પણ મુગલ કિલેદારની વહુને તેના ઘરે સહી સલામત પહોંચાડ્યા વગર તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
 
તેણે મનમાં ને મનમાં શિવાજીના ચરિત્રની પ્રશંસા કરી અને એ મોગલવધુને તેના ઘરે પહોંચાડવા નીકળી પડ્યો. આવા હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ.

Edited By -Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Fast recipe- મિક્સ ફ્રૂટ સ્મૂધી