પીએમ મોદીએ તેમની મહત્વની ગણાતી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ શરૂ કરી પણ તેમાં ગુજરાતના એક પણ સાંસદે રોકાણ ના કર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સવા કરોડના દેશમાં હાલ આ યોજનામાં માત્ર 105 ડિપોઝિટર બન્યા છે અને કુલ 2890 kg જેટલુ સોનુ ભેગુ થયુ છે. જેમા પણ અડધાથી વધારે સોનું તો ભારતના સમૃદ્ધ મંદિરોનું છે. ભારતાના લોકો પાસે કુલ 2,23,53031 kg જેટલુ સોનું છે. દેશની વાત તો બરાબર છે પણ મોદીની પોતાની પાર્ટીના ગુજરાતના એક પણ સાંસદે આ યોજનામાં રોકાણ કર્યું નથી. 14ને તો આ સ્કિમની જ જાણ નથી. ભાસ્કરે જ્યારે ગુજરાતના સાંસદો સાથે આ મુદ્દે વાત કરી, એક પણ સાંસદ સોના વગરના નથી. મોટા ભાગના સાંસદોએ તો પોતાની પાસે સોનું હોવાની જ વાત નકારી દીધી. વધુમાં 26માંથી 14 સાંસદોને તો આ યોજના વિશે કોઇ પણ જાણકારી જ નહોતી અને બાકીના 7 સાંસદોને જાણકારી હોવા છતા પણ તેઓએ આ યોજનામાં પોતાના સોનાનું રોકાણ કર્યું નથી. જેમાં પરેશ રાવલ, મોહન કુંડલીયા, જયશ્રી પટેલ, હરી ચૌધરી, રામસિંહ રાઠવા, સી.આર.પાટીલ, રાજેશ ચુડાસમા જેવા સાંસદો સામેલ છે.